જરૂરતના સમયે બન્નેને શોધવા મુશ્કેલ,રાહુલ ગાંધીએ પીએમ મોદી અને વન્ટિલેટરની સમાનતા જણાવી
આજે સમગ્ર દેશોમાં કોરોના વાયરસની બીજી તરંગની લપેટમાં છે. દરરોજ લાખો દર્દીઓ આવતા મેડિકલ સિસ્ટમ પાટા પરથી ઉતરી ગઈ છે. હોસ્પિટલમાં પલંગ, દવાઓ અને ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીઓનું મોત નીપજ્યું છે. દેશ તબીબી સુવિધાઓ અને માળખાગત સુવિધાના અભાવથી પીડાઈ રહ્યો છે. દરમિયાન પીએમ કેર ફંડ હેઠળ રાજ્યોને વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા, પરંતુ વેન્ટિલેટરમાં ખામીઓ હતી, જેના પછી તેઓ માત્ર એક સફેદ હાથી તરીકે હોસ્પિટલમાં જગ્યા રોકી રહ્યા છે, જેના માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કડક હુમલો કર્યો છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત કોરોના પછી મોદી સરકાર પર નિશાન તાકી રહ્યા છે. હવે તેમણે પીએમ કેર ફંડમાંથી આ વેન્ટિલેટર અંગે કેન્દ્ર સરકારની આડેહાથ લીધા છે. સોમવારે એક ટિ્વટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે પીએમ કેરના વેન્ટિલેટર અને પીએમ વચ્ચે ઘણી સમાનતાઓ છે.
રાહુલ ગાંધીએ પોતાના ટિ્વટમાં મોદી સરકારને આડે હાથે લીધી હતી અને લખ્યું હતું કે વડાપ્રધાનના વેન્ટિલેટર અને ખુદ વડાપ્રધાન વચ્ચે ઘણી સમાનતાઓ છે. બંનેનો ખૂબ ખોટો પ્રચાર, તેમનુ કામ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું અને જરૂરિયાત સમયે બંનેને શોધવાનું મુશ્કેલ છે.
Recent Comments