વિડિયો ગેલેરી

જરૂરિયાત એ શોધની માતા છે.. આહાર માટે ઉકરડાનું પણ શરણ લેવું પડે છે…! 

આબુદાના કી તલાશમેં.. હજુ તો સૂર્યોદય થયો એવી વેળાએ એક ઉકરડાના ગંજ પર જો કે આ ઉકરડો પણ કોઈ સામાન્ય ઉકરડો તો નથી. ગાય અને ભેંશના છાણ અને વાસીંદુ કરેલ તમામ કચરો સંપૂર્ણ ઓર્ગેનિક આઇટમ પર શિકારની તલાશમાં બગલાનું વૃંદ એ ઓર્ગેનિક ઉકરડા આસપાસ મંડરાઈ રહેલું જોવા મળે છે. જરૂરિયાત એ શોધની માતા છે.. આહાર માટે ઉકરડાનું પણ શરણ લેવુ પડે છે.!! જો કે આ તો બગલા ભગત કહેવાય એને તો માત્ર આંખ બંધ કરવાનો ડોળ જ કરવાનો હોય છે. દ્રષ્ટિ તો એની હમેશા પોતાના શિકારને સકંજામાં લેવાની જ હોય છે. જીવનનું એ  કટુ સત્ય પણ આ દ્રશ્ય દ્વારા જો યોગ્ય દ્રષ્ટિ કેળવીએ તો ઘણું કહી જાય છે. સૂર્યના કિરણો હજુ ધરતી પર પ્રકાશ પાથરવાના મંડાણ કરી રહેલ છે તેવી વેળાએ પત્રકાર બિપીનભાઈ પાંધીના કેમેરામાં સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર કેદ થયેલું આ અદભુત દ્રશ્ય ખરેખર ઘણું બધું સૂચક છે.

Related Posts