રાષ્ટ્રીય

જર્મનીના કોલોન શહેરમાં વિસ્ફોટ, કોઈને ઈજા થઈ નથી, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યુંપોલીસે લોકોને બ્લાસ્ટ પ્રભાવિત વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે

જર્મનીના કોલોન શહેરમાં સોમવારે સવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ રુડોલ્ફ પ્લેટ્‌ઝ અને એહરેનસ્ટ્રાસે વચ્ચેના હોહેન્ઝોલર્નિંગ પર થયો હતો. તેની સામે જ વેનિટી નાઈટક્લબ પણ આવેલું છે. ઘટના બાદ તરત જ પોલીસે સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો હતો અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે લોકોને તે વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે જ્યાં આ ઘટના બની છે. જર્મનીના એક્સપ્રેસ અખબારના અહેવાલ મુજબ, વિસ્ફોટની આ ઘટના સ્થાનિક સમય અનુસાર લગભગ ૦૫.૫૦ વાગ્યે બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. જાે કે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. રાહતની વાત એ છે કે આ બ્લાસ્ટની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી કે કોઈને ઈજા થઈ નથી. ઘટના અંગે પોલીસે કહ્યું કે અમે વિસ્તારને સીલ કરી દીધો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

કોલોન પોલીસે ઠ પર પોસ્ટ કરીને લોકોને એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે તે વિસ્તારના લોકોને અન્ય માર્ગ અપનાવવા અને વિસ્ફોટ પ્રભાવિત વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે. ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલી ટીમો અને તપાસ ટીમો સ્થળ પર હાજર છે. તપાસ ટીમો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. પોલીસ ઘટનાના દરેક પાસાઓની તપાસ કરી રહી છે. વિસ્ફોટ કયા કારણોસર થયો અને કેવી રીતે થયો તે જાણવા માટે નજીકમાં સ્થાપિત સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોલોનમાં વિસ્ફોટ જર્મનીના મ્યુનિકમાં પોલીસે એક વ્યક્તિ પર ગોળીબાર કર્યાના દિવસો પછી આવ્યો હતો, જે કથિત રીતે બંદૂક ધરાવતો હતો અને તેને ઈજા પહોંચી હતી. આ ઘટના શહેરમાં ઇઝરાયેલના જનરલ કોન્સ્યુલેટ પાસે બની હતી. આ ઉપરાંત, ગયા મહિનાની શરૂઆતમાં, એક અજાણ્યા હુમલાખોરે સોલિન્જેનમાં સ્થાનિક તહેવારોની ઇવેન્ટ દરમિયાન એક વ્યક્તિને ચાકુ મારી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

Related Posts