fbpx
રાષ્ટ્રીય

જર્મનીમાં ૧૪મી સદી બીસીના અંતમાં ત્રણ લોકોની કબરમાંથી તલવાર મળી આવી

જર્મનીમાં એક પ્રાચીન તલવાર મળી આવી છે, જેને પુરાતત્વવિદોએ કાંસ્ય યુગના દફન સ્થળમાંથી કાઢી છે. તલવાર ૩૦૦૦ વર્ષ જૂની હોવાનું કહેવાય છે. આટલા વર્ષો પછી પણ આ હથિયાર સારી સ્થિતિમાં છે કે તે હજુ પણ ચમકે છે. આ જાેઈને પુરાતત્વવિદો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એવું કહેવામાં આવ્યું છે કે આ તલવાર ૧૪મી સદી બીસીના અંતમાં ત્રણ લોકોની કબરમાંથી મળી આવી હતી. એક અહેવાલ મુજબ, આ તલવાર બાવેરિયાના નોર્ડલિંગેન શહેરમાં એક પુરુષ, મહિલા અને બાળકની કબરમાંથી મળી આવી હતી. બાવેરિયન સ્ટેટ ઓફિસ ફોર મોન્યુમેન્ટ પ્રોટેક્શન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ‘એવું લાગે છે કે ત્રણેયને એક પછી એક દફનાવવામાં આવ્યા હતા, પરંતુ તે સ્પષ્ટ નથી કે તેઓ એકબીજા સાથે સંબંધિત હતા કે નહીં’..

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘તલવાર એટલી સારી રીતે સચવાયેલી છે, તે હજુ પણ ચમકે છે. તેમાં બ્રોન્ઝથી બનેલું અષ્ટકોણ હેન્ડલ છે, જે હવે લીલો રંગ ધરાવે છે કારણ કે બ્રોન્ઝમાં તાંબુ હોય છે. તંબુ એક એવી ધાતુ છે, જે હવા અને પાણીના સંપર્કમાં આવે ત્યારે ઓક્સિડાઇઝ થાય છે. પુરાતત્વવિદોએ તલવારને ૧૪મી સદી બીસીના અંતની ગણાવી છે. ટીમે કહ્યું કે આ તલવારની શોધ દુર્લભ છે, કારણ કે હજારો વર્ષોમાં મધ્ય કાંસ્ય યુગની ઘણી કબરો લૂંટી લેવામાં આવી છે. માત્ર કુશળ લુહાર જ અષ્ટકોણીય તલવારો બનાવી શકતા હતા. બ્લેડ પર કોઈ કાપના ચિહ્નો અથવા ઘસારાના ચિહ્નો નથી, જે સૂચવે છે કે તેનો કોઈ ઔપચારિક અથવા પ્રતીકાત્મક હેતુ હતો. બાવેરિયન સ્ટેટ ઑફિસ ફોર મોન્યુમેન્ટ પ્રોટેક્શનના વડા મેથિયાસ ફેઇલે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તલવાર અને ક્રુસિફિક્સની હજુ પણ તપાસ કરવાની બાકી છે, જેથી અમારા પુરાતત્વવિદો આ શોધને વધુ ચોક્કસ રીતે વર્ગીકૃત કરી શકે.’

Follow Me:

Related Posts