જલદી કરો…રસોઇ બનાવવાના શોખીનો અહિં કરો એપ્લાય, અને જીતો 1 લાખનું ઇનામ

શું તમને પણ રસોઇ બનાવવાનો શોખ છે? રસોઇ બનાવવાના શોખીનો માટે એક ગુડ ન્યુઝ છે. આજે અમે તમારી માટે એક એવા સમાચાર લઇને આવ્યા છીએ જે વાંચતાની સાથે જ તમે ખુશ-ખુશ થઇ જશો. જો તમને પણ મસ્ત-મસ્ત રસોઇ બનાવવાનો શોખ છે તો સરકાર તમને આર્યુવેદમાં માસ્ટર શેફ બનવાનો અને સાથે 1 લાખ રૂપિયા જીતવાનો મોકો આપી રહી છે. તો કોની રાહ જોવો છો …જલદી આ રીતે કરો એપ્લાય…
આયુષ મંત્રાલયે અનોખી માસ્ટર શેફ પ્રતિયોગિતાનું આયોજન કરવાની તૈયારી કરી છે. આ સ્પર્ધાની થીમ આહાર ફોર પોષણ છે. આ કોમ્પીટીશનમાં તમે 10 એપ્રિલ સુધીમાં એપ્લાય કરી શકો છો. તમને જણાવી દઇએ કે આ સ્પર્ધામાં અલગ-અલગ એમ 6 કેટેગરી આપવામાં આવી છે. જાણો કઇ કેટેગરી છે.
અનાજ આધારિત ભોજન
બાજરા આધારિત ભોજન
નટ્સ અથવા દાળનું બનેલું ભોજન
ફળ-શાકભાજીની તૈયાર રેસિપી
ફ્યુઝન એટલે કે બે રેસિપીનું સંગમ
જાણો આ વિડીયો કોને મોકલવાનો રહેશે
વિડીયો બનાવીને તમારે આયુષ મંત્રાલયને મોકલવાનો રહેશે. આ કોમ્પિટિશનમાં 18 વર્ષની ઉપરની કોઇ પણ વ્યક્તિ ભાગ લઇ શકે છે. આમાં ભાગ લેવા માટે તમારે ગુગલ ફોર્મ ભરવાનું રહેશે. જો તમારી આ વિશે કોઇ વધાર માહિતી જોઇએ છે તો આયુષ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ માટે તમારે તમારી રસોઇનો 5 થી 7 મિનિટ રસોઇનો વિડીયો ઉપલબ્ધ કરવાનો રહેશે.
આ સ્પર્ધામાં વિજેતાને અનેક ઘણાં ફાયદા થશે. ફાઇનલમાં દરેક કેટેગેરીમાં 3-3 વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે, એટકે કે આમ જોવા જઇએ તો ટોટલ 18 વિનર રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ આવનાર વ્યક્તિને 1 લાખનું ઇનામ છે જ્યારે બીજા વિનરને 75 હજાર અને ત્રીજા વિનરને 50 હજારનું ઇનામ આપવામાં આવશે.
Recent Comments