fbpx
રાષ્ટ્રીય

જલપાઈગુડીથી ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ શરૂ

બિહારમાં ચાલી રહેલી રાજકીય હલચલ અને ભારે ઉથલપાથલ વચ્ચે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ રવિવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીથી ફરી શરૂ થઈ. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ આજે સવારે યાત્રા શરૂ કરવા બંગાળ પહોંચ્યા હતા. ૨ દિવસના વિરામ બાદ આ યાત્રા ફરી શરૂ થઈ છે. ફરી યાત્રા પર નીકળતા પહેલા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે, “આજે દેશ નિર્ણાયક મોરચે છે. ઘણા બલિદાનો પછી મળેલા અધિકારોના રક્ષણ માટે ન્યાયના આ અભિયાનમાં સહયોગ આપો. અન્યાય સામેની આ ઐતિહાસિક લડાઈમાં તમારું નામ નોંધાવો. કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ સિલીગુડીના બાગડોગરા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. રાહુલ સિલીગુડીથી જલપાઈગુડી પહોંચ્યા અને અહીંથી બપોરે ફરી ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ શરૂ થઈ. અધીર રંજન ચૌધરીએ યાત્રા વિશે જણાવ્યું કે આ યાત્રા બસ અને પગપાળા બંને રીતે આગળ વધશે અને રાત્રે સિલીગુડી પાસે રોકાશે.

ત્યારબાદ બીજા દિવસે સોમવારે તે ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુર તરફ આગળ વધશે, ત્યારબાદ તે બિહારમાં પ્રવેશ કરશે. યાત્રા બુધવારે (૩૧ જાન્યુઆરી)ના રોજ માલદા થઈને પશ્ચિમ બંગાળમાં ફરી પ્રવેશ કરશે અને ૧ ફેબ્રુઆરીએ મુર્શિદાબાદ થઈને રાજ્યમાંથી પસાર થશે. અગાઉ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ્‌સ્ઝ્ર નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન સુચારૂ રીતે થાય તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. જાે કે કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જલપાઈગુડીમાં રાહુલ ગાંધીના ફોટાવાળા કેટલાક બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા. અધીર રંજને બંગાળની તેમની મુલાકાત દરમિયાન જાહેર સભાઓનું આયોજન કરવાની પરવાનગી મેળવવામાં આવી રહેલા અવરોધો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પશ્ચિમ બંગાળમાં ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ના પ્રવેશના એક દિવસ પહેલા, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં લોકસભાની ચૂંટણી એકલા લડશે અને વિપક્ષી ગઠબંધન ભારતના એક ઘટક તરીકે નહીં. પરંતુ એકલા લોકસભા ચૂંટણી લડશે.

Follow Me:

Related Posts