નવસારી થી વીરપુર સાયકલ પર પ્રવાસ કરી રહેલા છ યુવાનોનો આજે સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી અને વીરદાદાજસરાજ સેનાના પ્રમુખ હિતેષ સરૈયા સાથે અનાયાસે મુલાકાત થઈ જતાં તે તમામ સાયકલયાત્રીઓને ખૂબ ભાવપૂર્વક આવકારી હેતથી ભોજન કરાવી પોતાની શોપ પર પધરામણી કરાવી અને વિદાય આપી. આમ જલારામબાપાના ભક્તોને એક જલારામબાપાના ભક્તે ભાવપૂર્ણ વિદાય આપી બાપાના ચરણોમાં વંદન પણ કરતાં જોવા મળેલઆમ ભજન અને ભોજન, ટુકડો ત્યાં હરિ ઢુકડો એ વાતને સાર્થક કરતા જલારામભકત જોવા મળેલ
જલારામબાપાનાં ભક્તોનું જલારામબાપાના ભક્ત અને વીરદાદાજસરાજ સેનાના પ્રમુખ હિતેષ સરૈયાએ સાવરકુંડલામાં ભાવભર્યું સ્વાગત કર્યું. હરખથી જલારામભકતોને ભોજનીયા કરાવી ભાવપૂર્ણ વિદાય આપી.

Recent Comments