અમરેલી

જલારામ સત્સંગ મંડળ સાવરકુંડલા દ્વારા પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું 

જલારામ સત્સંગ મંડળ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું રિદ્ધિસિધ્ધિ ચોક મન્દિર પાસેથી વિતરણ કરવામાં આવ્યું. આ પાણીના કુંડાના વિતરણ  દરમિયાન સાવરકુંડલાના લોકોએ ૧૦૦૦ કુંડાનો લાભ લીધેલ. આ કુંડા વિતરણ પ્રસંગે લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઇ માધવાણી,  હસુભાઈ સૂચક, પરેશભાઈ કોટક, હિતેશ સરૈયા ધ્રુવીલ રાયચુરા વગેરેએ ઉપસ્થિત રહીને હાથોહાથ કુંડાનું વિતરણ કરતાં જોવા મળ્યા.

Related Posts