ગુજરાત

જળસંકટ પર વાત કરતા આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જનાવી આ વાત, રાજ્યમાં જળસંકટ ના સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવશે

જળસંકટ પર વાત કરતા આરોગ્યપ્રધાનએ જણાવ્યું હતું કે રાજ્યમાં જળસંકટ ના સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અંતરિયાળ ગામડામાં પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. જળ સંકટ પર આરોગ્યપ્રધાન એ જણાવ્યું હતું કે કોંગ્રેસ તરફથી વારંવાર આ મુદ્દો ઉઠવા પામ્યો છે.      તેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટામાં એક એવી લાગણી પેદા કરવાની કોશિશ કરી છે, જેમાં ઇન્ટરસ્ટેટ લિન્કિંગ યોજનાઓ છે. જેમાં નિર્મલા સીતારમણજીએ એનાઉન્સમેન્ટ આ વખતે બજેટમાં કર્યું હતું.    ગુજરાતના આદિવાસીઓની જમીન કોઈપણ આદિવાસી ની જમીન નો એક પણ ટુકડો વિસ્થાપિત કરવા નથી માગતમ મુખ્યમંત્રી અને સી.આર. પાટિલે આ બાબતની જોગવાઈઓ કરી છે. આદિવાસી પટ્ટાની અંદર સિંચાઈના પાણીની અને દક્ષિણ ગુજરાતની અંદર વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવશે. સિંચાઇની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે આગામી સમયમાં નાના ચેકડેમ કરી એ વિસ્તારોની ખેતીનું પાણી અને પીવાનું પાણી આપવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. 500 કરોડની જોગવાઈ પાણીની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. 

Related Posts