બોલિવૂડ

‘જવાન’ ડાયરેક્ટર એટલી વરુણ ધવન માટે એક્શન થ્રિલર બનાવશે

કોરોના બાદ શરૂ થયેલા કપરા સમયમાં પણ વરુણ ધવન અડીખમ છે. ઈન્ડસ્ટ્રીના ઘણાં સારા પ્રોજેક્ટ વરુણ ધવન પાસે છે. વરુણના ફ્યુચર પ્લાન્સમાં હવે ‘જવાન’ના ડાયરેક્ટર એટલીની ફિલ્મનો પણ સમાવેશ થયો છે. શાહરૂખ ખાન અને નયનતારા સાથે એક્શન થ્રિલર જવાન બનાવનારા એટલીએ વરુણ ધવન માટે પણ એક્શન થ્રિલર બનાવવાની તૈયારી દર્શાવી છે. કબીર સિંહ અને ભૂલ ભુલૈયા ૨ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનારા પ્રોડ્યુસર મુરાદ ખૈતાની આ ફિલ્મ બનાવવાના છે. વરુણ ધવન લાંબા સમયથી એક્શન થ્રિલરની રાહ જાેઈ રહ્યા હતા. તેમની આતુરતા હવે આ ફિલ્મ સાથે પૂરી થશે. જુલાઈ અથવા ઓગસ્ટ મહિનાથી શૂટિંગ શરૂ કરવાનો પ્લાન છે. ફિલ્મના પ્રી-પ્રોડક્શનનું કામ હાલ ચાલી રહ્યું છે. જે પૂરું થયા બાદ શૂટિંગ શરૂ થશે. મોટા બજેટ સાથે ફિલ્મ બનાવવાનું આયોજન છે. આગામી વર્ષે મે-જૂન મહિનામાં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની સ્ટોરીમાં એક્શનની સાથે ઈમોશન પણ છે. તેમાં દમદાર એક્શન સીક્વન્સ સાથે ભવ્ય વીએફએક્સ પણ છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ હજુ ફાઈનલ થઈ નથી, પણ ટૂંક સમયમાં આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે. વરુણ ધવન હાલ ભેડિયા અને વેબસિરીઝ સીટાડેલમાં બિઝી છે, જ્યારે એટલી ‘જવાન’ને ફાઈનલ ટચ આપી રહ્યા છે. ભેડિયા બાદ વરુણની ફિલ્મ બવાલ રિલીઝ થવાની છે. જાે કે તે પહેલાં એટલી સાથેની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે.

Related Posts