fbpx
બોલિવૂડ

જવાન’ ફિલ્મનો લીક થયેલો આ સીન, જાેઇને ક્રેઝી થયા ફેન્સ

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન બાદ હવે ફેન્સ તેની અપકમિંગ ફિલ્મ જવાનની આતુરતાથી રાહ જાેઇ રહ્યાં છે. એટલીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મને લઇને અવારનવાર કોઇને કોઇ અપડેટ સામે આવતી રહે છે. આ વચ્ચે ફિલ્મની એક ક્લિપ ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં કિંગ ખાન એક્શન મોડમાં જાેવા મળી રહ્યો છે. પઠાન બાદ ફરીથી તેને એક્શન કરતો જાેઇને ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જી હા, આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે જે શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તેમાં શાહરૂખ ખાનનો રફ લુક જાેવા મળી રહ્યો છે. સાથે જ તે જબરદસ્ત એક્શન કરતા પણ જાેવા મળી રહ્યો છે. શાહરૂખનો આ અંદાજ જાેઇને ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે. ફિલ્મની આ ક્લિપ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. આ વાયરલ ક્લિપમાં શાહરૂખ સિગરેટ પીતો જાેવા મળી રહ્યો છે અને ગુંડાઓને બેલ્ટથી ધોઇ રહ્યો છે. તેના એક ફેન ક્લબે ટિ્‌વટર પર લોકોને રિકવેસ્ટ કરી છે કે તે ફિલ્મની કોઇ ક્લિપ અથવા ફોટો લીક ન કરે. જાે કે આ સીન અત્યાર સુધીમાં આગની જેમ ઇન્ટરનેટ પર ફેલાઇ ગયો છે. આ વાયરલ વીડિયો ફિલ્મ જવાનનો જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્ટાઇલિશ સ્લો-મોશન શોટમાં આ સીન બતાવવામાં આવ્યો છે. જાે કે આ વાતમાં કેટલી હકીકત છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી, કે આ સીન ખરેખર ફિલ્મ જવાનનો છે કે નહીં.

પરંતુ આ સીન જાેઇને ફેન્સ એક્સાઇટેડ જરૂર થઇ ગયા છે. જણાવી દઇએ કે જવાનમાં શાહરૂખ ઉપરાંત વિજય સેતુપતિ અને નયનતારા પણ જાેવા મળશે. બંને જ એક્ટર આ ફિલ્મથી બોલીવુડમાં પોતાનું ડેબ્યૂ કરી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સાઉથ સુપરસ્ટાર વિજયનો એક કેમિયો પણ સામેલ છે. તેવામાં અલ્લુ અર્જૂનના કેમિયોની પણ ખૂબ ચર્ચા હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેને કેમિયો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ ડેટ્‌સના કારણે તેણે આ ઓફર ઠુકરાવી દીધી. જણાવી દઇએ કે આ ફિલ્મ જૂનમાં થિયેટર્સમાં રિલીઝ થશે.

Follow Me:

Related Posts