ભાવનગર

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણાના 15 બાળકો પસંદગી પામ્યા

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ – 6ની ત્રીજી પ્રતીક્ષા યાદી જાહેર થઈ હતી જેમાં ગણેશ શાળા ટીમાણાના વધુ બે બાળકો પસંદગી પામ્યા હતા. જેમાં ધાંધલ્યા ભુમિત કલ્પેશભાઇ (ગામ – દેવલી ) તથા કાબા જય ધીરુભાઈ (ગામ – ભદ્રાવળ નં.- 3) પસંદગી પામ્યા છે. આ બંને બાળકો સાથે ગણેશ શાળા – ટીમાણાના વર્ષ 2022-23 માં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ – 6 માં પસંદગી પામતા બાળકોની સંખ્યા 15 થઈ છે. એક જ શાળાના 15 જેટલા બાળકોની પસંદગી પામતા શાળાનું પરિણામ જિલ્લા કક્ષાએ અગ્રેસર થયું છે. પસંદગી પામીને પરિવારનું, શાળાનું તથા ગામનું નામ ઉજાગર કરતા દરેક બાળકોને ગણેશ શાળા – ટીમાણા પરિવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

Related Posts