અમરેલી ના મોટા ભંડારીયા જવાહર નવોદય વિદ્યાલય ખાતે ૧૪ મો Annual Day ઉજવવામાં આવ્યો. તેમાં નવોદય વિદ્યાલય પુને સંભાગ ના ડેપ્યુટી કમિશનરશ્રી પી. રવિ કુમાર અને ગુજરાત ૮ બટાલિયન ના કર્નલ રાજેશ કુમાર હાજર રહ્યા. આ કાર્યક્રમમા નવોદય વિદ્યાલય પુને સંભાગ ના કમિશનરશ્રી પી. રવિ કુમારના વરદ હસ્તે સ્માર્ટ ક્લાસનુ ઉદઘાટન અને વિદ્યાલયના વિવિધ વિભાગોની મુલાકાત કરવામાં આવી. વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતના વિવિધ પ્રાંતની ઝલક જોવા મળી જેમા ગુજરાતી ગરબા, રાજસ્થાની નૃત્ય, ગણપતિ સ્તુતિ, શિવ તાંડવ, કાશ્મીરી નૃત્ય, યુ.પી ડાન્સ આકર્ષણ નું કેન્દ્ર રહ્યું. આ કાર્યક્રમ નિહાળવા વિવિધ વિદ્યાર્થીઓના વાલીઓ તથા પી.ટી.સી મેમ્બર પણ ઉપસ્થિત રહ્યાં હતા. જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી વિજયકુમાર ભોસ સાહેબના માર્ગદર્શન હેઠળ અને વિદ્યાલયના તમામ સ્ટાફની સક્રિય ભૂમિકા તથા વિદ્યાર્થીઓ જોશભરી રજુઆતે કાર્યક્રમ ને સફળ બનાવ્યો.
જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારિયા ખાતે ૧૪ મો Annual Day ઉજવવામાં આવ્યો


















Recent Comments