અમરેલી જવાહર નવોદય વિદ્યાલય, મોટા ભંડારિયા, અમરેલી ખાતે ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.તા. ૦૧/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ જવાહર નવોદય વિદ્યાલય, મોટા ભંડારિયા, અમરેલી ખાતે ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિનની ઉત્સાહભેર ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત અમરેલી જિલ્લાનાં નિવૃત પ્રાથમિક અને માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મહેશચંદ્ર પ્રજાપતિ સાહેબ અને સહાયક શિક્ષણ નિરિક્ષક શ્રી ભૂતૈયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સમસ્ત વિદ્યાલય પરિવાર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાત ગૌરવ દિવસને અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરવામાં આવી. તેમજ કાર્યક્રમના અતિથિ વિશેષ પ્રજાપતિ સાહેબશ્રી, વિદ્યાલયના આચાર્યશ્રી વિજયકુમાર ભોસ સાહેબ અને વરિષ્ઠ અધ્યાપક શ્રી નિલેશકુમાર ગોંડલિયા સાહેબ દ્વારા ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિવસના ઉપલક્ષમા પ્રસંગોચિત્ત પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યા.અને સાથે સાથે તા. ૩૦/૦૪/૨૦૨૨ નાં રોજ એટલે કે આ કાર્યક્રમના એક દિવસ પૂર્વે સેવા નિવૃત્ત થયેલ અમરેલી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમાન મહેશચંદ્ર પ્રજાપતિ સાહેબને સમસ્ત જવાહર નવોદય પરિવાર, મોટાભંડારિયા, અમરેલી દ્વારા આજ રોજ આ કાર્યક્રમ અંતર્ગત ભાવભીની વિદાય પણ આપવામાં આવી. તે અંગે જવાહર નવોદય વિદ્યાલય, અમરેલીનાં આચાર્યશ્રી વિજયકુમાર ભોસ સાહેબની અખબારી યાદીમાં જણાવામાં આવે છે.
જવાહર નવોદય વિદ્યાલય, મોટા ભંડારિયા, અમરેલી ખાતે ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

Recent Comments