જસદણના કાળાસર ગામમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
રાજકોટના જસદણના કાળાસર ગામ નજીકથી અત્યંત કોહવાયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિકોએ દુર્ગંધ આવતા સ્થળ પર તપાસ કરી હતી. જ્યાથી કોથળામાંથી મૃતદેહ મળ્યો હતો. જે પછી પોલીસને જાણ કરતા જસદણ પોલીસ અને રાજકોટ ન્ઝ્રમ્એ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જસદણના કાળાસર ગામ નજીકથી ગઇકાલે મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આસપાસ રહેતા સ્થાનિકોને થોડા દિવસથી દુર્ગંધ આવી રહી હતી. જેના કારણે સ્થાનિકોએ સ્થળ પર તપાસ કરી હતી. તપાસ કરતા એક કોથળાની અંદર અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. જે પછી ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે જસદણ પોલીસને જાણ કરી હતી.જાણ કરતા જ રાજકોટ ન્ઝ્રમ્, જસદણ પોલીસ સ્થળ પર પહોંચી હતી. જાે કે સ્થળ પર પહોંચતા મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાનું સામે આવ્યુ હતુ. જેના કારણે મૃતદેહની ઓળખ કરવુ ખૂબ જ મુશ્કેલ બની ગયુ છે. ત્યારે હાલ જસદણ પોલીસ અને રાજકોટ ન્ઝ્રમ્ મૃતદેહની ઓળખ અંગેની તપાસ કરી રહી છે.
Recent Comments