જસદણમાં બાઈક સવાર યુવક પતંગની દોરીથી કાન કપાતા ઘાયલ થયો
ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે પતંગની દોરીથી અકસ્માત સર્જાવાની ઘટના પણ બનતી રહે છે. ત્યારે રાજકોટના જસદણમાં બાઈક સવાર યુવક પતંગની દોરીથી કાન કપાતા ઘાયલ થયો છે. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉત્તરાયણના દિવસો પૂર્વે અકસ્માતોની હારમાળા સર્જાવા લાગી છે.
પતંગની દોરીથી મોટર સાયકલ પર સવાર ચાલકોના કાન, ગળા કપાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં ફરી એકવાર પતંગની દોરીથી કાન કપાવાની ઘટના બની છે. યુવક ભાવેશ ઠુમ્મરને જસદણ બાબરા હાઈવે પર બાઈક પર જતી વેળાં કાન કપાતા ગંભીર રીતે ઘાયલ થયો છે. બાદમાં યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Recent Comments