fbpx
સૌરાષ્ટ - કચ્છ

જસદણ ખાતે જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ યોજાયો

નાબાર્ડ સંસ્થાના આર્થિક સહયોગ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના અમલીકરણથી ભોયરા, તા-વિછીયામાં વોટરશેડ યોજનાની કામગીરી ચાલુ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ભોયરા ગામનીગોમા નદીનાસ્ટ્રીમની ગણતરી લઈને એક હજાર હેકટર જમીન આવરી લઇ અને પાણી સંગ્રહ માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોજેકટ અંતર્ગત પાણી સંગ્રહની વિવિધ ટેકનોલોજી વિષેની સમજણ, પાણી રીચાર્જની વિવિધ ટેકનોલોજી,પાણીની સલામતી અને પાણીના બજેટીંગ વિષય ને લઈને તેનો ભૂગર્ભ જળ વિશેનો અભ્યાસ,ભૂગર્ભજળ આધારિત નદીઓતથાતળાવ અને ચેકડેમ વગેરે નું વ્યવસ્થાપન,પાણીસંગ્રહનીલો-કોસ્ટટેકનોલોજી, ટપક સિંચાઈ પદ્‌ઘતિ ,વોટરશેડ ના વિવિધ સ્ટ્રકચર,પીવાનું,ખેતીનું અને પશુપાલન વપરાશ ના પાણીની વ્યવસ્થા જેવા વિષય પર કામગીરી ચાલુ કરવામાં આવી છે.

સાથે લોકો પાણી પ્રશ્ને પાણીયારા બને અને ભૂગર્ભ જળ ઉલેચી અને ભવિષ્ય અંધકારમય ના બને તે માટે તેમનું શિક્ષણ અને સમજણ માટે જાગૃતિ કાર્યક્રમ ગ્રામ સભા ,પ્રેરણાપ્રવાસ(જળ યાત્રા) , ફિલ્મ,પ્રદર્શનશ્રમદાન વૃક્ષારોપણ ,સમિતિ નું ગઠન જેવા કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે. સાથે લોકોની જીવન સુખાકારીમય બને અને આજીવિકા માં વધારો થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે, સાથે આ યોજનાનું અમલીકરણ સાથે સાથે લોકો ને રોજગારી મળી રહે, પોતીકાપણા ની ભાવના કેળવાય ,વહીવટમાં પારદર્શકતા જળવાઈ તે માટે યોજનાના સંપૂર્ણ કામ લોકો થકીજ કરવામાં આવી રહ્યા છે.

સાથે ચારાબંધી,કુહાડીબંધી,નસબંધી,વ્યસનબંધી જેવા મૂલ્યોનું અમલીકરણ થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર યોજનાનું સફળ સંચાલન રાજકોટ જીલ્લા નાબાર્ડ મેનેજર શ્રી મહેશ એસ.પટોલે સર ના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ –ટીમ અને ગોમા વિલેજ વોટરશેડ કમિટી ભોયરા જહેમત ઉઠાવી રહી છે.

Follow Me:

Related Posts