જસદણ નજીક મીની ટ્રક પલટી જતા ૧નું મોત: ૨૦ને ઈજા

જસદણ તાલુકાના સાણથલી ગામ નજીક ગત રાત્રે મિની ટ્રક પલટી મારી ગઈ હતી, આથી એમાં બેઠલું કેટરર્સનું ગ્રુપ ફંગોળાઇને રસ્તા પર પટકાયું હતું. આ અકસ્માતમાં શારદાબેન મગનભાઇ નામની મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે કેટરર્સના અન્ય ૨૦ લોકોને ઇજા પહોંચી હતી, આથી તમામને ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સારવારમાં રહેલી એક મહિલાએ જણાવ્યું હતું કે સપ્તાહમાં રસોઇના કામ માટે અને રાતે ધારીથી નીકળ્યા હતા. અમારા ગ્રુપમાં ૨૦ મહિલાઓ હતી અને બગસરાથી પણ અન્ય મહિલાઓ જાેડાઇ હતી. અકસ્માત કેવી રીતે થયો એની ખબર જ નથી રહી.જ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ આસપાસનાં ગામોમાંથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરી હતી. બાદમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા તેમજ પોલીસ પણ દોડી આવી મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જસદણ તાલુકાના સાણથલી ગામ નજીક મિની ટ્રક પલટી મારતાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે ૨૦ મહિલાને ઇજા પહોંચતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વહેલી સવારે કેટરર્સનું ગ્રુપ ધારીથી સુરેન્દ્રનગરના ગેડિયા ગામે સપ્તાહનું આયોજન હોવાથી ત્યાં કામ અર્થ જઇ રહ્યું હતું. ત્યારે જસદણના સાણથલી ગામ નજીક મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો.
Recent Comments