જસપ્રીત બુમરાહ ક્યારે કરશે મેદાનમાં વાપસી ? જાણો શું છે તેની ઇન્જરીની સ્થિતિ

ભારતના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પોતાની પીઠની ઇજાના કારણે પરેશાન છે. આ પરેશાનીને દુર કરવા માટે હાલમાં તેને પીઠનો સર્જરી ન્યૂઝીલેન્ડમાં જઇને કરાવી હતી, આ સર્જરી બાદ કહેવામાં આવી રહ્યું છે કે, જસપ્રીત બુમરાહ કમ સે કમ છ મહિના વધુ ક્રિકેટથી દુર રહશે. જાેકે, બીસીસીઆઇ ભારતમાં રમાનારા વનડે વર્લ્ડકપ ૨૦૨૩ પહેલા જસપ્રીત બુમરાહની વાપસી કરાવવા માંગે છે. હવે ખબર એ પણ છે કે, જસપ્રીત બુમરાહ બહુજ જલદી એનસીએમાં પરત ફરવાનો છે. જસપ્રીત બુમરાહનું સ્થિતિનું તાજેતરનું પરિણામ… બીસીસીઆઇના એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને બતાવ્યુ કે, જસપ્રીત બુમરાહની પીઠ હજુ પણ નાજુક સ્થિતિમાં છે, વળી, ગઇ વખતે જસપ્રીત બુમરાહની વાપસી ઉતાવળમાં કરાવવામાં આવી હતી, કેમ કે તે સમયે પુરેપુરી રીતે તે ફિટ ન હતો થયો. એટલા માટે બૉલિંગના સમયે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આના પર અમે ખુબ ગંભીર છીએ કેમ કે ખોટો કૉલ તેના કેરિયર માટે ખુબ નુકશાનકારક બની શકે છે. વળી, રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ આ મહિનાના અંતમાં, નહીં તો એપ્રેલિના પહેલા અઠવાડિયામાં ભારત વાપસી કરી શકે છે. આ પછી તેની રિક્વરી માટે એનસીએ આખો પ્લાન બનાવશે. તમને બતાવી દઇએ કે જસપ્રીત બુમરાહ આઇપીએલ ૨૦૨૩ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી ઇજાના કારણે પહેલાથી બહાર થઇ ચૂક્યો છે.
જસપ્રીત બુમરાહની વાપસી ક્યારે થશે એ કહેવું હજુ મુશ્કેલ છે, ઇનસાઇટસ્પૉર્ટ્સના એક સીનિયર બીસીસીઆઇ અધિકારીએ કહ્યું કે, જસપ્રીત બુમરાહની વાપસીની તારીખ હજુ મુશ્કેલ છે. જ્યારે એકવાર તે સર્જરીથી ઠીક થઇ જશે, તો તે રિહેબમાંથી પસાર થશે અને રિહેબ ખતમ થવા પર જ અમને ખબર પડશે કે તે ક્યાં સુધી વાપસી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વનડે વર્લ્ડકપ ૨૦૨૩નું આયોજન ભારતમાં થવાનું છે. આવામાં ટીમ ઇન્ડિયા પોતાના આ સ્ટાર બૉલરને વર્લ્ડકપ પહેલા ફિટ થતો જાેવા માંગે છે. જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ બૉલર છે, તે વર્લ્ડકપમાં ભારતની જીતનો સૌથી મોટી પ્લેયર બની શકે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ૈંઁન્ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે.
મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ ૫ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે, પરંતુ આઈપીએલ ૨૦૨૩ પહેલા રોહિત શર્માની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નહીં હોય. ઈજાના કારણે તે આખી સિઝન રમી શકશે નહીં. જાે કે, જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સ કયા ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમનો ભાગ બનાવશે? આ પ્રશ્ન રહે છે.
સંદીપ શર્માની ગણતરી ૈંઁન્ ઇતિહાસના સૌથી સફળ બોલરોમાં થાય છે. આ બોલરે પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે. ખાસ કરીને પાવરપ્લે ઓવરોમાં સંદીપ શર્માના આંકડા પ્રભાવશાળી છે. સંદીપ શર્માએ ૈંઁન્ની ૧૦૪ મેચોમાં ૭.૭૭ની ઈકોનોમી સાથે ૧૧૪ વિકેટ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જસપ્રીત બુમરાહના સ્થાને સંદીપ શર્માને ટીમનો ભાગ બનાવી શકે છે. ધવલ કુલકર્ણી આ પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. ધવલ કુલકર્ણી ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ સિવાય તે ગુજરાત લાયન્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે.
આઈપીએલમાં ધવલ કુલકર્ણીના પ્રદર્શન પર નજર કરીએ તો આ ખેલાડીએ ૯૨ મેચમાં ૨૮.૭૭ની એવરેજથી ૮૬ વિકેટ ઝડપી છે. અર્જન નાગવાસવાલા ડાબા હાથનો ફાસ્ટ બોલર છે. જાે કે, તેણે અત્યાર સુધી ૈંઁન્માં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ખૂબ પ્રભાવ પાડ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અર્જન નાગવાસવાલાએ ૨૫ મેચમાં ૧૬.૬૨ની એવરેજથી ૩૫ વિકેટ લીધી હતી. જાેકે, મુંબઈ ઈન્ડિયન્સ જસપ્રિત બુમરાહના સ્થાને અર્જન નાગવાસવાલા પર દાવ રમી શકે છે.
Recent Comments