fbpx
બોલિવૂડ

જસ્ટિન બીબરનો ઓક્ટોબરમાં દિલ્હીમાં લાઈવ શો

સિંગર જસ્ટિન બીબરે ઈન્ટરનેશનલ વર્લ્ડ ટૂરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જુલાઈ મહિનાના લાસ્ટ વીકમાં તેની ટૂર શરૂ થઈ જશે. ૩૧મી જુલાઈએ ઈટાલીમાં તેનો શો થશે અને યુરોપિયન દેશોની તે મુલાકાત લેશે. જસ્ટિન બીબરને રામસે હન્ટ સિન્ડ્રોમ હોવાનું જણાતા તેણે અગાઉ વર્લ્ડ ટૂરનો પ્લાન કેન્સલ કર્યો હતો. જાે કે આ બીમારીમાંથી જસ્ટિન હવે સાજાે થઈ ગયો છે અને તે પોતાની ટૂર માટે સજ્જ થઈ ગયો છે. ભારતમાં ૧૮મી ઓક્ટોબરે દિલ્હી ખાતે તેનો લાઈવ શો યોજાશે. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે યોજાનારા શોની ટિકિટો ઓનલાઈન આવી ગઈ છે.

ભારત ઉપરાંત એશિયાના દેશો, દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, મિડલ ઈસ્ટ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં પણ તેની ટૂર થશે. ૨૦૨૩માં યુરોપમાં તેની વર્લ્ડ ટૂર પૂરી થશે. જૂન મહિનામાં પ્રમોટર કંપનીએ જસ્ટિન બીબરની ટૂર પોસ્ટપોન કરી હતી. જાે કે જસ્ટિનની રીકવરી બાદ ટૂર યોજવાનું જણાવ્યુ હતું. બીબરે પોતે વીડિયો શેર કરીને રામસે હન્ટ સિન્ડ્રોમ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, વાઈરલ ઈન્ફેક્શનના કારણે તેને પાર્શિયલ ફેશિયલ પેરાલિસીસ થયો છે. બીમારીના ગંભીર લક્ષણો જણાતા ટૂર પડતી મૂકીને ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી છે. જસ્ટિનની વાઈફ હેલી બીબરે થોડા સમય બાદ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જસ્ટિનની તબિયતમાં સુધારો છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. જસ્ટિન બીબરે બીમારીમાંથી મુક્તિ મેળવી હોવાનું જણાતા વર્લ્ડ ટૂરનો પ્લાન ફરી હાથ ધરાયો છે.

Follow Me:

Related Posts