જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ આગામી CJI હશે, રાષ્ટ્રપતિએ બે વર્ષ માટે કર્યા નિયુક્ત
ભારતના આગામી ચીફ જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ હશે. દેશની રાષ્ટ્રાપ્તિ દ્રોપદી મુર્મૂએ સંવિધાન દ્રારા પ્રદત્ત શક્તિઓનો પ્રયોગ કરીને તેમને ૯ નવેંબર ૨૦૨૨ થી સુપ્રીમ કોર્ટ્ના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ ટ્વીટ કરતાં તેની જાણકારી આપી. હાલના સીજેઆઇ ઉદય ઉમેશ લલિતના ૬૫ વર્ષની ઉંમર પુરી કરી લેતાં નિવૃત થયાના એક દિવસ બાદ ૯ નવેમ્બરના રોજ જસ્ટિસ ચંદ્રચૂડ ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે. જસ્ટિલ લલિતના ૭૪ દિવસોના સંક્ષિપ્ત કાર્યકાળ રહ્યો, જ્યારે સીજેઆઇના પદ પર ન્યાયમૂર્તિ ચંદ્રચૂડનો કાર્યકાળ બે વર્ષોના હશે. જસ્ટિસ ચંદ્રચૂડ ૧૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ નિવૃત થશે. અને કાયદા મંત્રીએ આપી આ જાણકારી મુજબ રિજિજૂએ ટ્વીટ કર્યું ‘સંવિધાન દ્રારા સોંપવામાં આવેલી શક્તિઓનો ઉપયોગ કરતાં માનનીય રાષ્ટ્રપતિને ઉચ્ચતમ ન્યાયાલના ન્યાયાધીશ ડો. ન્યાયમૂર્તિ ડી વાઇ ચંદ્રચૂડને દેશના પ્રધાન ન્યાયાધીશ નિયુક્ત કર્યા છે.
આ નિયુક્તિ ૯ નવેમ્બર ૨૦૨૨ થી લાગૂ થશે. તમને જણાવી દઇએ કે ભારતના મુખ્ય ન્યાયાધીશ યૂ.યૂ. લલિત ૮ નવેમ્બરના રોજ નિવૃત થવાના છે. તેમણે તાજેતરમાં જ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડૅને પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિની મોહર બાદ હવે ૫૦મા સીજેઆઇ બની જશે. શું જાણો છો કોણ છે જસ્ટિસ ચંદ્રચૂડ?… અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ચંદ્રાચૂડ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વાઇ.વી. ચંદ્રચૂડના પુત્ર છે, જે ૧૯૭૮ થી ૧૯૮૫ વચ્ચે લગભગ સાત વર્ષ અને ચાર મહિના પદ પર રહ્યા હતા. તે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર સીજેઆઇ હતા.
તેમના કાર્યકાળ દરમિયાન ન્યાયમૂર્તિ ડી.વાઇ.ચંદ્રચૂડે પોતાના પિતાના બે ર્નિણયોને પલટી દીધા હતા, જે વ્યભિચાર અને નિજતાના અધિકારથી સંબંધિત હતા. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે હાર્વર્ડ લો સ્કૂલથી પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી અને તેમને બિન-અનુરૂપ ન્યાયાધીશના રૂપમાં ઓળખાય છે. તેમણે કોવિડના સમયમાં વર્ચુઅલ સુનવણી શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે હવે એક સ્થાયી વિશેષતા બની ગઇ છે. તે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ, સમલૈંગિકતાના અપરાધીકરણ, વ્યભિચાર, નિજતા, સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ વગેરે ઐતિહાસિક ર્નિણયોના ભાગ રહ્યા છે.
Recent Comments