જહાનવી કપૂર અને વરુણ ધવનનું તાજેતરનું ફોટોશૂટ થયું વાયુવેગે વાઈરલ
વરુણ ધવન અને જ્હાન્વી કપૂરની ફિલ્મ બવાલ ૨૧ જુલાઇએ રિલીઝ થવા જઇ રહી છે. બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ બિઝી છે. જ્હાન્વી કપૂર અને વરુણ ધવને પોતાની ફિલ્મ બવાલના પ્રમોશન માટે રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝમાં તેમની ગજબ કેમેસ્ટ્રી જાેવા મળી રહી છે. તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીના તેના ફેન્સ પણ ખૂબ વખાણ કરી રહ્યાં છે. આ વચ્ચે વરુણ અને જ્હાન્વીનું એક સિઝલિંગ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે જેણે ઇન્ટરનેટ પર બવાલ મચાવી દીધી છે. વરુણ ધવન અને જ્હાન્વી કપૂર આજકાલ સતત પોતાની ફિલ્મ બવાલને લઇને છવાયેલા છે. બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મના પ્રમોશન માટે બંનેએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તેમની સિઝલિંગ જાેડીએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. જાે કે ઘણા લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા છે. ફિલ્મમાં બંને પતિ-પત્નીનો રોલ કરી રહ્યાં છે. આ ફોટોશૂટમાં પણ તેમનો રોમેન્ટિક અંદાજ ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. બંને એકબીજામાં ખોવાયેલા જાેવા મળી રહ્યાં છે. ફેન્સ તેના ફોટોઝને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે પરંતુ ઘણા લોકો તેમને ખૂબ જ ટ્રોલ કરી રહ્યાં છે. યુઝર્સનું કહેવું છે કે તેમની જાેડી સિલ્વર સ્ક્રીન પર સારી નથી લાગી રહી. એક તસવીરમાં તો વરુણ ધવન પોતાની એક્ટ્રેસ જ્હાન્વી કપૂરને કાન પર બાઇટ કરતો જાેવા મળી રહ્યો છે. બંનેની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ ફોટોશૂટમાં જ્હાન્વી કપૂર હોટ બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી. તેવામાં વરુણ ખૂબ જ ડેપર લાગી રહ્યો હતો. બંનેનો લુક સિંપલ છતાં ખૂબ જ સિઝલિંગ છે.
Recent Comments