ભારતની અંદર અનમાેલ ખજાનાે હાેય તાે અે અાપણાે વારસાે છે. વારસાની સંસ્કૃતિ જાળવવી જાેઈઅે. કેમ કે, જે પ્રકારની કારિગરી અાપણા પંરપરાગત માેન્યુમેન્ટ્સની અંદર જાેવા મળી રહી છે અા પ્રકારની કારિગરી સાથે અાજ સુધી કાેઈ વૈજ્ઞાનિક અે દિશામાં વિચારી નથી શક્યાે અે પ્રકારનું પંરપરાગત વિજ્ઞાન લાેકાેઅે અને અે સમયના કારીગરાેઅે મેળવ્યું હતું.
ભારતમાં અેવી અનેક જગ્યાઅાે છે જે વર્લ્ડ હેરીટેજ સાઈટમાં નામના મેળવી ચૂકેલી છે. જેનું મહત્વ વિશેષ છે દરેકની અેક અાેળખ છે પરંતુ અાપણે અા અાેળખ જાણે ભૂલી રહ્યા હાેય તેમ ક્યારેક લાગતું હાેય છે કેમ કે તેની જાળવણી અે અાવતી કાલની પેઢી માટે અને ભારતની અાેળખ માટે જરૂરી છે.
600 વર્ષ જૂનું શહેર અમદાવાદ પણ વર્લ્ડ હેરીટેજ સાઈટની અંદર નામના ધરાવે છે. પરંતુ દેશમાં કેટલાક સ્થળાે વિશે અાપણે જાણવું જરૂીરી છે જે વર્લ્ડ હેરીટેજ સાઈટની યાદીમાં અાવે છે.
કુતુબ મિનાર જે દુનિયાનાે સાૈથી ઉંચા મિનાર છે અા ઉપરાંત રાજસ્થાન જયપુરમાં અાવેલાે હવા મહેલ, પ્રેમનું પ્રતિક અને સંગેમરમર તાજમહેલ, અકબરે નિર્માણ કરેલ ફતેહપુર સીકરી, અાસામમાં અાવેલ કાઝીરંગા નેશનલ પાર્ક, ખાસ કરીને 2006માં તેને ટાઈગર રીઝર્વ વિસ્તાર તરીકે જાહેર કરવામાં અાવ્યાે છે.
અા ઉપરાંત ગુજરાતમાં અાવેલ રાણકી વારને પણ અા સ્થાન મળી ચૂક્યું છે.

















Recent Comments