જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદમયી માતાજીએ કોરોનાની બીજા તબક્કાની રસી મૂકાવી
કોરોના રસીકરણના આરોગ્ય તંત્રના આ વ્યાપક અભિયાનમાં ઉમરાળા તાલુકાના જાળિયાના શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદમયીજી પણ જોડાયા છે. જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદમયી માતાજીએ જાળિયા ગામમાં આજે બીજા તબક્કાની રસી મૂકાવી હતી. રસીકરણ બાદ તેમણે જણાવ્યું કે,વ્યક્તિ તંદુરસ્ત હશે તો જ રાષ્ટ્ર તંદુરસ્ત બનશે. તેથી રાજ્યના દરેક નાગરિકો સત્વરે રસી મુકાવીને પોતાની જાત સાથે રાષ્ટ્ર અને પોતાની જાતને સુરક્ષિત કરે તે માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. રંઘોળા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીશ્રી મનસ્વિની માલવિયાના માર્ગદર્શન સાથે ધરવાળા આરોગ્ય કેન્દ્રના શ્રી છાયાબેન પણદા દ્વારા જાળિયા ગામે રસીકરણ ચાલી રહ્યું છે, જેમાં ગ્રામજનોને તબક્કા અનુસાર કોરોના સામે રસીકરણ થઈ રહ્યું છે. જાળિયા ખાતે વિશ્વાનંદમયીજી સાથે સ્થાનિક ગ્રામજનોએ પણ રસીકરણ કરાવ્યું હતું.
000000
Recent Comments