જાણીતા ચિત્રકાર જલેન્દુ દવેનું કોરોનાની સારવાર દરમિયાન થયું નિધન
વડોદરા શહેરના જાણીતા ચિત્રકાર જલેન્દુ દવેનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. જેને પગલે કલાપ્રેમીઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી જલેન્દુ દવેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૩૪,૫૨૬ ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૨૭૮ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૨૯,૬૬૩ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૪૫૮૫ એક્ટિવ કેસ પૈકી ૧૯૮ દર્દી ઓક્સિજન ઉપર અને ૧૩૩ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૪૨૫૪ દર્દીની હાલત સ્થિર છે.
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૩૪,૫૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૫૩૫૫, પશ્ચિમ ઝોનમાં ૬૧૪૫, ઉત્તર ઝોનમાં ૬૭૯૮, દક્ષિણ ઝોનમાં ૬૫૧૫, વડોદરા ગ્રામ્યમાં ૯૬૭૭ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
Recent Comments