fbpx
ગુજરાત

જાણીતા થિયેટર કલાકાર ભાસ્કર ભોજકનું હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. ખાસ કરીને યુવાઓને પ્રાણ ભરખી રહ્યો છે. હવે તો ગરબા પ્રેક્ટિસ કરતા યુવકોને પણ હાર્ટએટેકથી મોત આવી રહ્યું છે. ત્યારે હૃદયરોગના હુમલાથી દાહોદમાં નાટક ભજવવા આવેલા મુંબઈના એક થિયેટરના કલાકારનું મોત નિપજ્યું છે. મુંબઈમાં રહેતા ૩૯ વર્ષીય કલાકાર ભાસ્કર એલ.ભોજકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ ખાતે રહેતા ૩૯ વર્ષીય ભાસ્કર એલ ભોજકનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે. ગઈકાલે દાહોદ ખાતે અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધી જંયતી નિમિત્તે એમ્ફી થિયેટરમાં નાટકનું આયોજન કરાવાયુ હતું. જેમાં મુંબઈથી આવેલા કલાકારોએ નાટક ભજવ્યુ હતું. ‘બે અઢી ખીચડી કડી’ નાટક ભજવાયુ હતું. નાટક પૂર્ણ થયા બાદ તમામ કલાકારો હોટલમાં ગયા હતા. જ્યા ભાસ્કર ભોજક નામના કલાકારને હોટલના રૂમમાં હૃદય રોગનો હુમલો આવ્યો હતો.મુંબઈથી જાણીતા કલાકાર સંજય ગોરડીયા પોતાના ગ્રૂપ સાથે ‘બે અઢી ખીચડી કડી’ નાટક ભજવવા દાહોદ આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ ભાસ્કર ભોજકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. હૃદય રોગનો હુમલો થતા તેમની દાહોદની રિધમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, એકાએક કલાકારનું મોત થતા શોકનો માહોલ છવાયો હતો. ભાસ્કર ભોજકના મૃતદેહને મુંબઈ લઈ જવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts