fbpx
ભાવનગર

જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુની શિવકથાનો ભવ્ય અને દિવ્ય પ્રારંભ  

તા. ૧૨ થી ૧૮ એપ્રિલ ૨૦૨૪  દરમિયાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, 150 રીંગ રોડ, શીતલ પાર્ક BRTS બસ સ્ટોપ ની પાસે, રવિ રાંદલ પાર્ક, અમૃત ડુપ્લેક્ષ સ્પાયર ૨ ની સામે, રાજકોટ મુકામે સુપ્રસિદ્ધ શિવકથાકાર ભારદ્વાજબાપુના શ્રીમુખે ‘શિવકથા’નો ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો.  તેઓ અંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિવરબાપુના સુપુત્ર છે. પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલી કથાનું રસપાન  બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી કરી શકો છો. પોથીયાત્રામાં અનેક સંતો-મહંતો પધાર્યા હતા. રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્રકથાનું ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જાહેર જનતાને નિમંત્રણ છે.

આશુતોષ અન્નક્ષેત્રના લાભાર્થે આ કથા યોજાણી છે. આ સંસ્થા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી રોજ ગરીબોને ભોજન અપાય છે અને નિરાધારને જીવન જરૂરી વસ્તુ આપીને સેવા થાય છે. કથા દરમિયાન શિવપુરાણ મહાત્મ્ય, શિવપ્રાગટ્ય, શિવપાર્વતી વિવાહ, શિવલિંગનું મૂલ્ય, રુદ્રાક્ષ અને  બિલ્વપત્રનો મહિમા આલેખવામાં આવશે. ભાવિક ભક્તોને સાદર આમંત્રણ છે. ભારદ્વાજબાપુની આગામી કથા હરદ્વાર મુકામે છે અને ત્યાર બાદ વિદેશ પ્રવાસ કરશે. 

Follow Me:

Related Posts