ભાવનગર

જાણીતા સર્જક શ્રી માય ડિયર જયુને વર્ષ ૨૦૨૨નું મનુભાઇ પંચોળી ‘દર્શક’ સન્માન જાહેર થયું.

પૂજ્ય મોરારિબાપુના હસ્તે દર્શક સાહિત્ય સન્માન અર્પણ થશે…
વાર્તા જગતમાં ‘છકડો’ વાર્તાથી પ્રસિદ્ધ અને સાહિત્યનાં અનેક સન્માનો મેળવી ચુકેલા ભાવનગરના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી માય ડિયર જયુને તેમના વાર્તા સાહિત્ય સર્જન માટે વિદ્યાગુરુ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૨૨નો મનુભાઇ પંચોળી ‘દર્શક’ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ જાહેર થયો છે. 
અગાઉ શ્રી માય ડિયર જયુના પાંચ વાર્તાસંગ્રહો પુરસ્કૃત થઇ ચુકેલા છે. તેમજ તેઓશ્રીને કેન્દ્રનો ‘કથા એવોર્ડ’ તથા નર્મદ સાહિત્યસભાનો ‘નંદશંકર સુવર્ણ ચંદ્રક’ મળી ચુકેલ છે. છેલ્લા બે દાયકાથી તેમનાં વાર્તાસંગ્રહો કોઇ ને કોઇ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં રહ્યાં છે, જે તેઓશ્રીની મોટી ઉપલબ્ધિ છે.
સતત એકત્રીસ વર્ષથી દર ગુરુવારે યોજાતી ભાવનગર ગદ્યસભાના સંવાહક તરીકે તેઓશ્રી એકધારા કાર્યરત છે.
સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ વિદ્યાગુરુ ટ્રસ્ટ દ્વારા જાહેર થયેલ ‘દર્શક’ સન્માનથી ભાવનગર ગદ્યસભા ઉપરાંત ભાવનગરની સાહિત્ય, કલા અને શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓએ રાજીપો વ્યક્ત કરીને માય ડિયર જયુ સાહેબને શુભેચ્છાઓ પાઠવી છે.
સાહિત્ય અને શિક્ષણ સન્માન નામે સાવરકુંડલા મુકામે યોજાનાર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આસ્થા ચેનલ પરથી તારીખ ૧૧ મે, ૨૦૨૨ બુધવારના રોજ સાંજના ૫:૦૦ કલાકથી નિહાળી શકાશે.

Follow Me:

Related Posts