રાષ્ટ્રીય

જાણીતા હિંદુ નેતા આચાર્ય ધમેન્દ્રની દુનિયાને અલવિદા, PMએ દુખ વ્યક્ત કર્યું

બાબરી વિધ્વંશ કેસમાં આરોપી નંબર વન છુ, સજાથી શું ડરવાનું એવું એક જમાનામાં ખુલ્લેઆમ કહીને ભારે ચર્ચામાં રહેલા અને પ્રખ્યાત હિંદુ નેતા સંત આચાર્ય ધર્મેન્દ્રએ સોમવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. જયપુરની SMS હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જાણવા મળેલી માહિતી મુજબ, લગભગ એક મહિનાથી તેમનું આરોગ્ય સારું નહોતું રહેતું. જેને કારણે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો.

રામજન્મ ભૂમિ આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનારા સંત અને હિંદુ નેતા આચાર્ય ધમેન્દ્રનું સોમવારે જયપુરમા નિધન થયું છે. તેમના અવસાનના સમાચારે ધર્મ અને રાજકારણ સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

 દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  આચાર્ય ધમેન્દ્રના નિધન પર શોક વ્યકત કર્યો છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આચાર્ય ધર્મેન્દ્રના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. આ સિવાય રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સહિત ઘણા ટોચના નેતાઓ પણ તેમને મળવા સતત હોસ્પિટલ પહોંચ્યા હતા.આચાર્ય ધર્મેન્દ્ર 20 દિવસથી જયપુરની SMS હોસ્પિટલના ICUમાં દાખલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી આંતરડાની બિમારીથી પીડિત હતા.આચાર્ય ધર્મેન્દ્રએ પણ રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ સાથેના તેમના લાંબા જોડાણ દરમિયાન તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા હતા. તેમણે રામ મંદિર મુદ્દે ખૂબ જ નિખાલસતાથી વાત કરી હતી.

બાબરી ધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ અને ઉમા ભારતી સહિત આચાર્ય ધર્મેન્દ્રને પણ આરોપી ગણવામાં આવ્યા હતા. બાબરી ધ્વંસ કેસમાં ચુકાદો આવવાનો હતો ત્યારે આચાર્ય ધર્મેન્દ્રએ કહ્યું હતું કે હું આરોપી નંબર વન છું. સજાથી શું  ડરવાનું, જે પણ કઇં કર્યું છે તે બધાની સામે કર્યું છે.

મહાત્મા રામચંદ્ર વીર મહારાજના પુત્ર આચાર્ય ધર્મેન્દ્રનો જન્મ 9 જાન્યુઆરી 1942ના રોજ ગુજરાતના માલવાડામાં થયો હતો. તેઓ તેમના પિતા મહાત્મા રામચંદ્ર વીર મહારાજના આદર્શો અને વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. 13 વર્ષની ઉંમરે આચાર્યએ વજરંગ નામનું અખબાર શરૂ કર્યું. રાજસ્થાનના જયપુરમાં રહેતા આચાર્ય ધર્મેન્દ્રનો જયપુરના દિલ્હી રોડ પર કોથપુતલી પાસે બિરાટનગરમાં મઠ છે.

Related Posts