જાણીતી ગાયિકા ગીતા રબારીએ કોરોના કાળમાં ડાયરો યોજી ઐસી-તૈસી કરી
કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા નિયમો બનાવેલા છે, પરંતુ સોશિયલ મીડિયામાં દરરોજ એક નવો વીડિયો નિયમોની ઐસકીતૈસી કરી રહ્યું છે. આવા કપરાં સમયમાં ગુજરાતના જાણીતા કલાકારો પણ લોકોને ભેગા કરીને ડાયરાઓ કરીને કોરોનાની સંભવિત ત્રીજી લહેરને આમત્રિત કરી રહ્યા છે. આવા કપરા સમયમાં હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કચ્છમાં ડાયરાનો રંગ જામ્યો છે. કચ્છના જેન્તી ડુમરાના ફાર્મહાઉસ પર એક ડાયરો યોજાયો હતો, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહીને ડાયરો કર્યો હતો. હાલ ડાયરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ ઘટનામાં ગુજરાતના ગીતા રબારી વિવાદોમાં ફસાયા છે. કચ્છમાં જેન્તી ડુમરાના ફાર્મહાઉસ પર યોજાયેલા ડાયરામાં ગીતા રબારીએ રમઝટ બોલાવી હતી. હાલ લગ્નપ્રસંગમાં પણ સરકારે ૫૦ લોકોને પરમિશન આપી છે અને જાહેર કાર્યક્રમો ન કરવા સૂચના આપવામાં આવી છે, તેમ છતાં ડાયરામાં ૨૫૦થી વધુ લોકો જાેડાયા હતા.
તમને જણાવી દઈએ કે, હજુ ગીતા રબારીએ હેલ્થ કર્મચારીને ઘરે બોલાવી વેક્સિનેશન કર્યું હતું. ત્યારબાદ તેઓ વિવાદમાં ફસાયા હતા. હજુ તે વિવાદ તો શમ્યો નથી, તેવામાં કચ્છમાંયોજાયેલા ડાયરામાં ગીતા રબારીએ પરફોર્મ કરતા ફરી મોટો વિવાદ થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગીતા રબારીના ડાયરામાં પરફોર્મ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં તેમની સાથે અન્ય ગુજરાતી કલાકારો પણ દેખાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન કોરોના ગાઈડલાઈનના ભંગ કરતા ગીતા રબારીના આવા કિસ્સાઓ ચર્ચામા આવ્યા છે, જેમાં તેમણે વિવાદ ઉભો કર્યો છે. તાજેતરમાં જ વેક્સીન ઘરે લેવા મામલે ચર્ચામાં સરકારથી લઇ સ્થાનિક તંત્રના ઠપકાનો સામનો પણ કરવો પડ્યો હતો.
Recent Comments