જાણો સ્કિનને હેલ્ધી રાખવા માટે શું ખાવું જોઈએ?ગ્લોઈંગ અને નિખરી સ્કીનને માટે અનેક લોકો વિવિધ પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.
જાણો સ્કિનને હેલ્ધી રાખવા માટે શું ખાવું જોઈએ? વિટામીન એથી ભરપૂર ગાજર સ્કીનને ટેન થતી અટકાવે છે શક્કરિયાનું વિટામીન સી અને ઈ સ્કીનને ગ્લોઈંગ બનાવે છે ટામેટાનું લાઈકોપીન સ્કીનની કરચલીઓને દૂર કરે છે ગ્લોઈંગ અને નિખરી સ્કીનને માટે અનેક લોકો વિવિધ પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. અનેકવાર કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ સ્કીનને નુકસાન કરે છે. હેલ્ધી અને ગ્લોઈંગ સ્કીનને પોષણની જરૂર રહે છે. એવામાં તમે હેલ્ધી ડાયટનું સેવન કરી શકો છો. તમે વિટામીન સીથી ભરપૂર ફૂડ્સનું સેવન કરો તે ઈચ્છનીય છે. તેનાથી સ્કીનને પોષક તત્વો મળી રહે છે. સ્કીનને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં ગાજર, શક્કરિયા, ટામેટા, હળદર, પાલક અને ઈંડાનું સેવન કરો તે ઈચ્છનીય છે.
1.ગાજર ગાજર બંધ રોમછિદ્રોને રોકવામાં મદદ કરે છે. ગાજર વિટામીન એથી ભરપૂર હોય છે. આ સીબમને રોકવાનું કામ કરે છે. તે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. છિદ્રોને બંધ થવાથી રોકે છે. તેમાં બીટા કેરોટીન અને કેરોટીનોઈડ પણ હોય છે. આ સ્કીનને ટેનિંગથી બચાવવાનું કામ કરે છે. 2.શક્કરિયા શક્કરિયા વિટામીન સી અને ઈથી ભરપૂર હોય છે. તે સ્કીનને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે. શક્કરિયામાં રહેલું વિટામીન સી કોલેજનનું ઉત્પાદન કરે છે. તે ઉંમર વધવાના સંકેતોને દૂર કરે છે. 3.ટામેટા ટામેટા સ્કીનને ગ્લોઈંગ બનાવી રાખવામાં મદદ કરે છે. ટામેટામાં લાઈકોપીન હોય છે જે સ્કીનને કરચલીઓ અને ફાઈન લાઈન્સથી દૂર રાખવાનું કામ કરે છે. 4.હળદર હળદરમાં એન્ટીઓક્સીડન્ટ્સના ગુણ હોય છે. તે સ્કીનની રેડનેસ અને ફોલ્લીઓને રોકે છે. તે ઉંમર વધવાના સંકેતોને રોકવામાં મદદ કરે છે. તેનાથી ફેસ પર ગ્લો આવે છે. 5.પપૈયુ પપૈયું ફક્ત વિટામિન એનો સારો સોર્સ છે પરંતુ તેમાં પપેન હોય છે. તેનું રોજ સેવન કરવાથી ડાઘ દૂર થાય છે. 6.ઈંડા ઈંડામાં સલ્ફર હોય છે. આ કોલેજન ઉત્પાદનને માટે જરૂરી છે. આ સ્કીનને માટે ફાયદો કરે છે. 7.પાલક તેમાં વિટામીન સી, એ અને કે હોય છે. આ પોષક તત્વ ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. તે સ્કીનના કાળા ડાઘ અને નિશાનને ઠીક કરવામાં લાભદાયી છે. તે ઉંમરના વધવાના સંકેતોને ઘટાડે છે. 8.ગ્રીન ટી ગ્રીન ટીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી એજિંગના ગુણ હોય છે. તે વિટામીન બી 12 અને એન્ટીઓક્સીડન્ટ ઈજીસીજીનો સારો સોર્સ છે.તેનું સેવન કરવાથી સ્કીન નિખરેલી અને ગ્લોઈંગ જોવા મળે છે.
Recent Comments