અમરેલી

જાત્રુડા ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સમાપન પ્રસંગે વેદ વોલેન્ટરી બ્લડ બેંક નો રક્તદાન કેમ્પ જયસુખભાઈ જાત્રુડા ની રક્ત તુલા સામાજિક ધાર્મિક મેળવડા માં રક્તદાન કેમ્પ માનવ જાત માટે આશીર્વાદ રૂપ લલિત ઠુંમર

લીલીયા તાલુકા ના સમસ્ત જાત્રુડા ગામ આયોજિત ત્રિદિવસીય રામ દરબાર શ્રી લક્ષ્મી નારાયણ દેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સમાપન પ્રસંગે વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટર (બેંક) દ્રારા તા.૦૭/૦૫/૨૦૨૨ ના રોજ લીલીયાના જાત્રુડા ગામે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ જાત્રુડા ના મોભી જયસુખભાઈ જાત્રુડા ની રક્ત તુલા કાર્યક્રમ રાખેલ જેમાં રક્તદાતાઓ દ્રારા ૯૦ બોટલ લોહીની એકત્ર કરવામાં આવી તમામ રકતદાતા તથા જયસુખભાઈ તેમજ જાત્રુડા ગામવાસીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા અગ્રણી લલીત ઠુંમર પ્રમુખ અમરેલી જીલ્લા ડાયમંડ એસોસીએશન પ્રમુખ વેદ વોલેન્ટરી બ્લડ બેંક અમરેલી એ જણાવ્યું હતું કે સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક મેળવડા ના માધ્યમ થી થતા રક્તદાન કેમ્પ સમસ્ત માનવ કલ્યાણ માટે આશીર્વાદ રૂપ છે 

Related Posts