જાપાનની રાજકુમારી માકોએ પોતાના બોયફ્રેન્ડ માટે ૭ વખત લગ્ન તોડ્યા
વર્ષ ૨૦૧૭માં માકોએ જાહેર કર્યુ હતુ કે તેઓ નવેમ્બર ૨૦૧૮માં લગ્ન કરવાની છે. પરંતુ આ મહિને તેમણે લગ્નને ૨૦૨૦ સુધી સ્થગિત કરી દીધુ છે. પોતાના પ્રેમી કોમુરોને એટલો પ્રેમ કરે છે કે તેના માટે માકોએ લગ્નના ૭ પ્રસ્તાવોને ફગાવી દીધા હતા.જાપાનની રાજકુમારી માકો રાજપરિવારમાંથી બહાર એક સામાન્ય નાગરિક સાથે લગ્ન કરી રહી છે. માકોએ પોતાના બોયફ્રેન્ડ માટે ૭ વખત લગ્ન તોડ્યા છે. તેમને શાહી પરિવાર તરફથી અંદાજે ૯.૧૦ કરોડ રૂપિયા (૧૩.૭૦ કરોડ યેન)નું વળતર મળતુ હતુ. માકોએ આ વળતર લેવાનો ઈન્કાર કર્યો છે. રાજકુમારી માકો જાપાનના હાલના રાજા નારૂહિતોના ભાઈ રાજકુમાર આકિશિનોની દીકરી છે. તેમણે પોતાના પ્રેમી કોમુરો સાથે લગ્ન કરવાનો ર્નિણય લીધો છે. લગ્ન બાદ તેઓ અમેરિકા રહેશે. જાેકે, લગ્ન ક્યારે થશે તે હજી સામે આવ્યું નથી. રાજપરિવાર પણ લગ્ન માટે સહમત થયા છે. રાજકુમારી માકોનો પ્રેમી કોમુરો અમેરિકામાં કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. કોમુરોને લઈને જણાવવામાં આવ્યું છે કે, તેઓ સ્કીઈંગ, વાયોલિન વગાડવુ અને કુકિંગના શોખીન છે. દરિયા કિનારા પર પ્રોત્સાહન આપવા માટે તેઓ પ્રિન્સ ઓફ ધ સી તરીકે કામ કરે છે. માકોએ કહ્યું કે, અમારા માટે દિલથી સન્માન અને જીવન જીવવા માટે લગ્ન એક જરૂરી વિકલ્પ છે. તેમણે કહ્યું, અમે બંને એકબીજાથી અલગ નહીં થઈએ અને કપરા સમયમાં એકબીજાને આધાર આપીશું. રાજકુમારી માકોને લઇને જણાવ્યું કે, તેમના પ્રેમી કેઈ કોમુરોએ ડિસેમ્બર ૨૦૧૩માં એક ડિનર દરમ્યાન લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. બંનેએ પોતાના પ્રેમને લાંબા સમય સુધી છુપાવ્યો હતો. ત્યારબાદ રાજકુમારી બ્રિટનમાં ભણવા માટે સ્થાયી થઈ.
Recent Comments