જાપાન અને ચીન થઇ શકે છે ૨૦૨૨ના સૌથી મજબૂત વૈશ્વિક તોફાનની અસર
દુષ્કાળ અને હીટવેવથી પરેશાન જાપાન અને ચીન માટે વધુ એક મોટી મુસીબતના એંધાણ છે. વાત જાણે એમ છે કે આ બંને દેશોની ચિંતા ૨૦૨૨ના સૌથી મજબૂત વૈશ્વિક તોફાને વધારી દીધી છે જે પૂર્વ ચીન સાગરને પાર જાપાનના દક્ષિણી દ્વિપોને જાેખમમાં નાખી શકે છે. યુએસ જાેઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર મુજબ સુપર ટાઈૂન હિનામનોર હાલ લગભગ ૧૬૦ માઈલ (૨૫૭ કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું છે. તેની મહત્તમ ઝડપ ૧૯૮ માઈલ પ્રતિ કલાક નોંધાયલી છે. તેના કારણ લહેરની ઊંચાઈ વધુમાં વધુ ૫૦ ફૂટ (૧૫ મીટર) સુધી નોંધાઈ છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના એક અધિકારીના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ તોફાનની જેટલી ગતિ નોંધાઈ છે તેના આધારે હિનામનોર ૨૦૨૨નું સૌથી શક્તિશાળી અને ઝડપી તોફાન હશે.
હોંગકોંગ ઓબ્ઝ્વેટરીએ કહ્યું કે સવારે ૧૦ વાગે તોફાન જાપાનના ઓકિનાવાથી લગભગ ૨૩૦ કિમી પૂર્વમાં કેન્દ્રીત હતું અને તેના પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ લગભગ ૨૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રયૂકુ દ્વીપ તરફ આગળ વધવાનું અનુમાન છે. જાે કે યુએસ જેટીડબલ્યુસીએ ભવિષ્યવાણી કરી છે કે આવનારા દિવસોમાં સુપર ટાઈફૂન પોતાની કેટલીક તાકાત ગુમાવી દશે. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના મૌસમી તોફાન પૂર્વાનુમાનના પ્રમુખ ફિલ ક્લોટ્ઝબેકે જણાવ્યું કે અમે મહાસાગરનો રેકોર્ડ રાખીએ છીએ. સાત દાયકાઓથી વધુ સમયમાં ફક્ત બે વાર જ ઓગસ્ટમાં તોફાન આવ્યું છે. પહેલું તોફાન ૧૯૬૧માં અને બીજુ ૧૯૯૭માં પરંતુ આ બંને વખતે એટલું શક્તિશાળી નહતું જેટલું આ વખતે છે.
Recent Comments