જાપાન સ્થિત ભારતીય દૂતાવાસમાં યોગ દિવસ પર અનોખો નજારો જોવા મળ્યોવરસાદ બાદ પણ યોગ કરવાનો ક્રેઝ ઓછો ન થયો લોકો છત્રી સાથે યોગ કરતા જોવા મળ્યા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જાપાનમાં ભારતીય દૂતાવાસ પાસે સેંકડો લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. ભારતીય દૂતાવાસ દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઠ પર શેર કરવામાં આવી છે. આ તસવીરો શેર કરતી વખતે દૂતાવાસે લખ્યું, ‘જાપાનમાં વરસાદ કે સૂર્યપ્રકાશની શક્યતા.’ તેમણે આગળ લખ્યું, ‘ભારતીય દૂતાવાસ દ્વારા ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, સુકીજી હોંગવાનજી મંદિરમાં જાપાની નેતૃત્વ, રાજદ્વારીઓ, યોગ પ્રત્યેનો ઉત્સાહ અને જાપાનમાં ભારતના મિત્રોની જબરદસ્ત ભાગીદારી જોવા મળી.’ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસની ઉજવણીનો ટ્રેન્ડ ૨૧ જૂન ૨૦૧૫થી શરૂ થયો હતો. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ વિશ્વભરના લોકોને યોગ વિશે જાગૃત કરવાનો છે. જેથી કરીને તેઓ યોગાસન કરીને પોતાને સ્વસ્થ રાખી શકે. વૈશ્વિક સ્તરે, ભારતીય દૂતાવાસ અને વિદેશમાં ભારતીય મિશનો પણ યોગની વ્યાપક અસર દર્શાવતી ઉજવણીનું આયોજન કરે છે.
મહત્વની વાત છે કે સમગ્ર વિશ્વમાં ૨૧ મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કેરવામાં આવી હતી પરંતુ, જાપાનમાં યોગ દિવસ પર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યાં વરસાદ બાદ પણ યોગ કરવાનો ક્રેઝ ઓછો થયો ન હતો અને વરસાદ વચ્ચે લોકો છત્રી સાથે યોગ કરતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં જાપાનની રાજધાની ટોક્યોમાં ભારતીય દૂતાવાસે યોગ દિવસ નિમિત્તે યોગાભ્યાસ શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં જાપાની અને ભારતીય મૂળના સેંકડો લોકોએ ભાગ લીધો હતો. દરમિયાન જોરદાર વરસાદ શરૂ થયો હતો. પરંતુ વરસાદ છતાં લોકોએ યોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.
Recent Comments