fbpx
અમરેલી

જાફરાબાદના બાબરકોટ આરોગ્ય કેન્દ્ર હેઠળના ૭ ગામોમાં ૧૦૩% વેક્સીનેશન પૂર્ણ

અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમ પુર જોશમાં ચાલી રહયો છે ત્યારે મારૂ ગામ કોરોનામુક્ત ગામ, મારૂ ગામ રસીકરણ યુકત ગામ” અન્વયે અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – બાબરકોટ નાં કુલ – ૭ ગામો માં સ્થળાંતર કરેલ અને મૃત્યુ પામેલ લોકોને બાદ કરતાં રસીકરણ યોગ્ય ૧૫૫૯૯–લાભાર્થીઓ સામે ૧૬૧૫૭–લાભાર્થીઓને વેકસીનેટ કરીને રસીકરણનાં પ્રથમ ડોઝની કામગીરી ૧૦૩.૫૮ ટકા સાથે પુર્ણ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – બાબરકોટે અમરેલી જિલ્લાં માં પ્રથમ સિધ્ધિ હાંસલ કરેલ છે. આ અન્વયે ૭—ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરી લક્ષાંક સિધ્ધ કરવા બદલ ઠરાવ પાસ કરેલ છે. જેમાં બાબરકોટ વિસ્તારનાં અતિ દુર્ગમ એવા શિયાળબેટ ગામમાં ૧૦૧.૩૯ ટકા સિધ્ધી હાંસલ કરેલ છે. આમ, પ્રા.આ.કેન્દ્ર – બાબરકોટ નાં મેડીકલ ઓફીસર ડો.ઈલાબેન મોરી, પ્રા.આ.કે. સુપરવાઈઝરશ્રી તથા તમામ લોકલ આરોગ્ય સ્ટાફ અને ગ્રામ્ય લોકોનાં સાથ સહકાર થી આ સિઘ્ધી હાંસલ કરેલ છે. આમ જિલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્રો તાબાના ગામોમાં સિધ્ધી હાંસલ કરવા અને તમામ લોકોને વેકસીનેટ કરવાનાં ભરપુર પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે ત્યારે લોકોનો તથા ગ્રામ્ય આગેવાનોનો સહકાર મળી રહે તેવી અપીલ ડો.જયેશ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અમરેલીની દ્વારા કરવામા આવી છે.

Follow Me:

Related Posts