fbpx
અમરેલી

જાફરાબાદના બાબરકોટ નજીકથી 5 સિંહોના રેસ્ક્યુ કરાયા

જાફરાબાદના બાબરકોટ નજીકથી 5 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પાંચ પાંચ સિંહોને રેસ્ક્યુ કરી વનવિભાગ લઈ જતા સિંહપ્રેમીઓમાં અનેક સવાલો ઊઠ્યાં હતા. જાફરાબાદના બાબરકોટ નજીકથી 5 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પાંચ પાંચ સિંહોને રેસ્ક્યુ કરી વનવિભાગ લઈ જતા સિંહપ્રેમીઓમાં અનેક સવાલો ઊઠ્યાં હતા. અગાઉ બાબરકોટ નજીક એક સિંહણે કહેર મચાવ્યો હતો. 6 વ્યક્તિઓ પર દોઢેક માસ પહેલા સિંહણ હુમલાઓ કરતી હતી.

કહેર મચવાનારી સિંહણ પકડાયા બાદ વધુ 5 સિંહોને પકડવા પાછળનું વનવિભાગનું કારણ શુ ? આ અંગે સીસીએફ આરાધના સાહુંએ જણાવ્યું હતું કે અશક્ત સિંહોને પકડયા છે. પાંચેય સિંહોને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં રખાયા છે. 5 પાઠડા સિંહો શિકાર કરી શકતા ન હોવાથી પકડયા છે. બે દિવસ પહેલા માલધારી અને બાળા પાછળ સિંહો દોડયા હોવાનું સુત્રોનું કહેવું છે. સિંહોને ફરી એજ વિસ્તારમાં છોડવામાં આવે તેવી સિંહપ્રેમીની માંગ છે.

Follow Me:

Related Posts