જાફરાબાદના માછીમારની ગુમ થયેલી જાળ ઉમરગામથી મળી
ઉમરગામના બંદર પરથી તેમના લાખોની જાળ અને માલસામાનની કોઈ ચોરી કરી નાસી છુટ્યું હતું. આવા સમયે ચોરાયેલા માલસામાન અને જાળની ઓળખ કરવી માછીમારો માટે મુસીબીત ઉભી કરે છે. જાફરાબાદના માછીમારોએ જાળ ચોરીની જાણ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને કરી હતી. જેણે તાત્કાલીક ઉમરગામના પોલીસ અધિકારીઓ અને આગેવાનોને રજૂઆત કરી હતીજાફરાબાદના ત્રણ માછીમારોની ઉમર ગામના દરિયાકાંઠેથી લાખોની જાળ અને માલસામાનની તસ્કરી થઈ હતી. પણ સ્થાનિક પોલીસને જાણ કરાતા જાફરાબાદના માછીમારોને તેમની ગુમ થયેલી જાળ પરત મળી હતી. જેના કારણે માછીમારોએ ઉમરગામ પોલીસની કામગીરીને બીરદાવી હતી.જાફરાબાદ બંદરના માછીમારો દુર દુર સુધી માછીમારી કરવા માટે દરિયો ખેડે છે. બોટમાં રહેલ ડીઝલ, જાળ અને અન્ય માલસામાન સાથે નજીકના બંદર પર પહોંચતા હોય છે. અહી થોડા સમય પહેલા જાફરાબાદની ત્રણ બોટ ઉમરગામના બંદર પર વીસામા પર આવી હતી.
Recent Comments