જાફરાબાદના રોહીશા ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઈસમોને પકડી પાડતી જાફારાબાદ મરીન પોલીસ
અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ – જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતીઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે મે , શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ તથા શ્રી કે.જે .ચૌધરી સાહેબ ના.પો.અધિ.શ્રી સાવરકુંડલા વિભાગ નાઓ દ્રારા દારૂ – જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતીઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા જણાવેલ હોય તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ હોય
જે અન્વયે શ્રી જે.જે.ચૌધરી પો.ઇન્સ . જાફરાબાદ મરીન પોલીસ નાઓ દ્રારા જાફરાબાદ તાલુકાના રોહીસા ગામેથી કુલ રૂ .૧૩,૧૮૦ / – ના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને જાહેરમાં જુગાર રમતા પકડી પાડેલ .
રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ : ( ૧ ) મનસુખભાઇ જીણાભાઇ સાંખટ ઉ.વ- ૩૧ ધંધો- હિરાધસુ રહે.રોહીસા તા.જાફરાબાદ ( ૨ ) કમલેશભાઇ ગીગાભાઇ સાંખટ ઉ.વ .૨૫ ધંધો- ડ્રાઇવીંગ રહે.રોહીસા તા.જાફરાબાદ ( ૩ ) મનુભાઇ રણછોડભાઇ વાઘેલા ઉ.વ .૩૪ ધંધો- મજુરી રહે.રોહીસા તા.જાફરાબાદ ( ૪ ) ભીમજીભાઇ દુદાભાઇ વાઘેલા ઉ.વ- ૩૫ ધંધો- મજુરી રહે.રોહીસા તા.જાફરાબાદ ( ૫ ) રામજીભાઇ જીવાભાઇ બાંભણીયા ઉ.વ .૨૪ ધંધો- ખેતી રહે .રોહીસા તા.જાફરાબાદ ( ૬ ) ઘનાભાઇ ભાણાભાઇ બાંભણીયા ઉ.વ- ૪૨ ધંધો- ખેતી રે . રોહીસા તા- જાફરાબાદ ( ૭ ) રમેશભાઇ ધીરૂભાઇ સાંખટ ઉ.વ- ૪૫ ધંધો- મજુરી રહે . રોહીસા તા- જાફરાબાદ
ગુન્હાની વિગતઃ આ કામની હકિકત એવી છે કે , આ કામના આરોપીઓએ રોહીસા ગામે પ્લોટ વિસ્તારમાં ગીગાભાઇ નાનુભાઇ સાંખટ ના રહેણાંક મકાનની બાજુમાં શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમી કુલ રોકડા રૂ .૧૩,૧૮૦ / – તથા ગંજીપત્તાના પાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ રૂ .૧૩,૧૮૦ / – ના જુગાર લગત મુદામાલ સાથે પકડાઇ જઇ ગુન્હો કર્યા વિ . બાબત
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી સાવરકુંડલા કે.જે.ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.જે.ચૌધરી પો.ઇન્સ . તથા અના.એ.એસ.આઇ એમ.કે.પીછડીયા તથા પો.કોન્સ . અજયભાઇ વાઘેલા તથા વિજયભાઇ બારૈયા તથા વિક્રમભાઇ ભુકણ તથા મહેશભાઇ શીયાળ તથા જાફરાબાદ મરીન પોલીસ સ્ટાફ જોડાયેલ હતા
Recent Comments