અમરેલી

જાફરાબાદ આઇટીઆઇ અને કોલેજ ખાતે યુવા મતદારોને મતદાન પ્રક્રિયાથી વાકેફ કરવા ઈવીએમ અને વીવીપેટ નિદર્શન

અમરેલી જિલ્લાના  જાફરાબાદ તાલુકામાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમ શરુ છે. જાફરાબાદ આઇ ટી આઇ અને કોલેજ ખાતે યુવા મતદારોને મતદાન પ્રક્રિયાથી વાકેફ કરવા ઈ વી એમ અને વીવીપેટ નિદર્શન કરવામાં આવ્યું હતું. ઈ વી એમ અને વીવીપેટના ઉપયોગ અંગે મતદાતા જાગૃત્તિ કામગીરી કરવામાં આવી હતી. મતદાર યાદીમાં નામ નોંધણી બાકી હોય તેવા યુવા નાગરિકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અને તેની પ્રક્રિયા વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નામ નોંધણી બાકી હોય તેવા યુવા નાગરિકોને મતદારોને નોંધણી કરવા માટે  અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related Posts