fbpx
અમરેલી

જાફરાબાદ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાય

આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. આર.કે.જાટ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.મયુર ટાંક દ્વારા તથા અર્બન હેલ્થ ઓફિસર ડો.જીજ્ઞેશ ગોસ્વામી ની ઉપસ્થિતિ માં ક્ષય રોગ ને દેશવટો આપવા અને ટીબી હારેગા દેશ જીતેગા ના સંકલ્પ સાથે જાફરાબાદ ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં ૨૨ થી ૨૬ માર્ચ સુધી આશા બેનો અને સ્ટાફ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે દ્વારા ટીબી ના શંકાસ્પદ દર્દીઓને શોધવા માટે ની કામગીરી સરું કરવામાં આવેલ છે.આ તકે જાફરાબાદ ના નગર પાલિકા ના સફાય કામદારો માં ક્ષય રોગ બાબત વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ,તેમજ મારું ગામ ટીબી મુક્ત ગામ સંકલ્પ ને સિદ્ધ કરવાનાં કાર્ય માં સહભાગી થવા લોકો ને અપીલ કરવામાં આવેલ અને સાથો સાથ સરકાર શ્રી દ્વારા ન્યુટ્રીશન પોષણ સહાય દર માસે રૂ.૫૦૦/- આપવામાં આવે છે . આ પ્રોગ્રામ ને સફળ બનાવવા તાલુકા હેલ્થ સુપરવાઈઝર ભુપેન્દ્ર શનિશ્વરા, અર્બન ઓફીસર ડો.ગોસ્વામી સાહેબ,ટીબી સૂપરવાઇસર શિરીષભાઈ રાજ્યગુરુ,હિતેશભાઈ,હાજરી આપી લોકો માં વિગતવાર માહિતી આપી  સારી એવી જહેમત ઉઠાવી તેવું તાલુકા હેલ્થ ઓફિસર જાફરાબાદ ની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts