ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા
ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે જાફરાબાદ ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૩૦૪૧૪/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ મુજબનો ખૂનની કોશિષનો ગુનો કરી નાશી જનાર આરોપીને આજ રોજ તા.૦૯/૧૦/૨૦૨૩ નાં રોજ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામેથી ગણતરીની કલાકોમાં પકડી પાડી, પક્ડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
અશોક સુખાભાઇ મકવાણા, ઉ.વ.૨૩, રહે.મીઠાપુર, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી અશોક સુખાભાઇ મકવાણા વિરૂધ્ધ નીચે મુજબનો ગુનો રજી. થયેલ છે. (૧) રાજુલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૧૮/૨૦૧૮, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments