અમરેલી

જાફરાબાદ તાલુકમાં તોકતે વાવાઝોડાના મંજુર થયેલ રૂપિયા આજે પણ લોકોને નથી મળ્યા,સરકારનું વહીવટી તંત્ર નિષ્ફળ :ટીકુભાઈ વરૂ

જાફરાબાદ તાલુકામાં આ તોકતે વાવાઝોડાના મંજુર થયેલ રૂપિયા આજે પણ લોકોને નથી મળ્યા અને સરકારનું વહીવટી તંત્ર નિષ્ફળ ગયેલ છે ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિઓ ગરીબ લોકો માટે કંઈ બોલતા નથી શ્રી ટીકુભાઈ વરૂ

જાફરાબાદ તાલુકામાં આજે તોકતે વાવાઝોડાને સાત સાત મહિનાનો સમય થયેલ છે સાત મહિના પહેલાં જે લોકો ને સહાય મંજુર થયેલ છે તે લોકો આજે પણ સહાય માટે જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીમાં ભાજપ સરકારમાં રોજ ધક્કા ખાય છે અસંખ્ય લોકોને હજી ઘરવખરીની જે 7000 રૂપિયા ની સહાય છે તે પણ નથી મળી સરકાર શ્રી નો નિયમ છે કે કોઈ વખત આફત આવે એટલે લોકોને ઘર વખરી ત્રણ દિવસમાં આપવી પરંતુ જાફરાબાદ તાલુકા પંચાયતનું વહીવટીતંત્ર સાત માસ સુધી સહાય સૂકવી શકેલ નથી

અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગરીબ જનતાનો અવાજ બની એક પણ શબ્દ લોકો તરફી બોલતા નથી અને ગરીબ જનતા હેરાન થાય તે જોઈ રહ્યા છે તો અમારી માગણી છે કે તાકીદે રૂપિયાની ચૂકવણી કરે અથવા ગરીબ કલ્યાણ મેળા સરકાર ચાલુ કરે છે તેમાં ગરીબ જનતાને તોકતે વાવાઝોડાની સહાય નુ પેમેન્ટ કરે તેવી રજૂઆત ઉચ્ચ કક્ષાએ કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈવરૂ કરેલ છે

Related Posts