fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલકની આવશ્યકતા

 જાફરાબાદ તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલકની ૦૫ જગ્યાઓ માટે પુરૂષ અને સ્ત્રી (ફક્ત સ્થાનિક) ઉમેદવારોની આવશ્યકતા છે. ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ કર્યા હોય અને વધુમાં વધુ ૪૫ વર્ષની વય મર્યાદામાં ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ કર્યુ હોય તેવા લાયક પુરુષ તથા સ્ત્રી ઉમેદવારો અરજી કરી શકે છે.

       કેન્દ્ર સંચાલકોની આવશ્યકતા ઘેસપુર પ્રાથમિક શાળા, કેન્દ્ર નં. ૦૭,  સાગર શાળા જાફરાબાદ, કેન્દ્ર નં.૧૩, કુમાર શાળા ટીંબી, કેન્દ્ર નં. ૧૭, ધોળાદ્રી પ્રાથમિક શાળા, કેન્દ્ર નં. ૨૦, મિતિયાળા પ્રાથમિક શાળા, કેન્દ્ર નં. ૩૪ ખાતે છે. આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છકુ હોય તેવા ઉમેદવારોએ જાફરાબાદ તાલુકા મામલતદાર કચેરી (મધ્યાહન ભોજન શાખા) (પી.એમ.પોષણ યોજના) ખાતેથી, કચેરી સમય દરમિયાન નિયત અરજી પત્રક મેળવી લેવા.

     વધુમાં તે નિયત પત્રકમાં જરુરી વિગતો ઉમેરી તે પત્રક સાથે યોગ્ય પ્રમાણપત્રોની ખરી નકલ તા.૨૫ જૂન, ૨૦૨૪ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં કરાવવાની રહેશે. આ અંગેની વધુ વિગતો માટે જાફરાબાદ તાલુકા મામલતદાર કચેરી (મધ્યાહન ભોજન શાખા) (પી.એમ.પોષણ યોજના) નો સંપર્ક કરવો. આ જગ્યાઓ માટે પસંદ થનારા ઉમેદવારોને માનદ વેતન મળવાપાત્ર થશે, તેમ જાફરાબાદ તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts