જાફરાબાદ તાલુકામાં ઇન્દિરા સરદાર પંડિત દીનદયાલ પ્રધાનમંત્રી આવાસ વગેરે આવાસ યોજના સ્લેપ વાળા મકાનો કેશડોલ ચુકવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત ટીકુભાઈ વરૂ
જાફરાબાદ તાલુકામાં વાવાઝોડાને અનુસંધાને ગરીબ માણસોને સરકાર શ્રી દ્વારા કેશ ડોલ ધરવખરી ની સહાય ચૂકવવામાં આવી રહી છે જેમાં સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે હાલ ચૂકવણુ ચાલુ થઈ રહ્યું છે જેમાં જે લોકો હકીકતમાં ગરીબ છે અને સરકારે જે તે વખતે ગરીબ યોજના નીચે પંડિત દિન દયાળ આવાસ ઇન્દિરા આવાસ સરદાર આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાની છે જે મકાન ફાળવેલ છે તે મકાન સ્લેપ વાળા છે તો આજે આવા ગરીબ લોકો ના મકાન ને સ્લેપ ગણી સરકારના કર્મચારી દ્વારા કેશ ડોલ ધરવખરી ની સહાય સૂકવવા માં આવતી નથી અને એક વખત આ જ લોકોને બીપીએલ માં નામ જોઈ અને સ્લેપ વાળા મકાન સરકારે જ બનાવી આપેલ છે તો અત્યારે એને પાછા ગરીબ કેમ ન ગણવા માં આવે અને માત્રને માત્ર નળિયાવાળા લોકોને જ સહાય ચુકવવામાં આવી રહી છે અને અમુક ગામમાં સ્લેપ અને નળીયા બંને ની સહાય ચુકવવા મા આવેછે તો આવી એક જ તાલુકામાં બે ભેદભાવ વાળી નિતી ન હોવી જોઈએ અને હકીકતમાં જે લોકો ગરીબ છે આવાસ યોજના ના સ્લેપ વાળા મકાન પોતાની જિંદગી જીવી રહ્યા છે તેવા લોકોને પણ
કેશ ડોલ અને ઘરવખરીની સહાય તાત્કાલિક ધોરણે જાફરાબાદ તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકોને સહાય ચુકવવાની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી ટીકુભાઈવરૂએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે
Recent Comments