જાફરાબાદ તાલુકામાં ખેડૂતો પીજીવીસીએલના ત્રાસથી હેરાન પરેશાન :ટીકુભાઈ વરૂ
જાફરાબાદ તાલુકામાં પંદર પંદર દિવસ ખેતીવાડી વિભાગના સપ્ટેશન અને ટી સી ઓઈલ બદલાવાની રજૂઆત કરેલ હજુ સુધી કોઈને ટી સી બળી ગયા તે નવા મળેલ નથી અસંખ્ય વીજ પોલને અભાવે હાલ ખેડૂતો ની લાઈટ વીજળી પોતાના ખેતર સુધી પહોંચી નથી ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા ખેડૂતો સામે કોઈ જોતું નથી અસંખ્ય ખેડૂતો જાફરાબાદ તાલુકાના હેરાન પરેશાન થઇ રહ્યા છે કે તાત્કાલિક ધોરણે જાફરાબાદ તાલુકામાં પીજીવીસીએલ ની કામગીરી પૂર્ણ કરે તોકતે વાવાઝોડા બાદ આજે પાંચ મહિના બાદ પણ ખેતીવાડીની વિજળી મળી રહી નથી પણ ખેડૂતો પોતાના ઉભો પાક લાઈટ વાંકે બળી રહયો છે અને જે વિસ્તારમાં લાઈટ આવેલ છે તે માત્ર પાંચ કલાક જ લાઈટ આપવામાં આવે છે તો આ બાબતે કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરૂ એ ઉચ્ચ કક્ષાએ પત્ર લખી રજુઆત કરી કરેલ છે
Recent Comments