રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે.આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે.સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે.જાફરાબાદ તાલુકા ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમ-૨૦૨૪ નાગેશ્રી ખાતે યોજાયો હતો, રાજય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે ૧,૨૭૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
૪૭૨ રસીકરણ, રાશન કાર્ડ ધારકોના ઇ-કેવાયસી ૩૦૦, આવક દાખલા ૧૮૦, મેડિસિન સારવાર ૯૧, આઇસીડીએસ બાળકોના આધાર કાર્ડ ૬૨, આધાર કાર્ડ સુધારા ૪૯, ડાયાબિટિસ અને બીપી ચકાસણી હેલ્થ વેલનેસ કાર્ડ ૩૯, રાશન કાર્ડ નામ દાખલ કરવા ૨૯, પશુઓની ગાયનેલોજિકલ સારવાર ૨૦, જન્મ-મરણના પ્રમાણપત્ર ૧૦, રાશન કાર્ડ નામ કમી કરવું-સુધારા કરવા ૧૬, લગ્ન નોંધણી પ્રમાણપત્ર ૦૫, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના ૦૫, બાબતની અરજી સહિત ૧,૨૭૮ અરજી બાબતે હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.
Recent Comments