લોકસેવાના પ્રહરી અને નિઃસ્વાર્થ ભાવે અદભૂત સેવા આપતા એવા કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયાની પ્રશંસા થવા લાગી છે.અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સેવાકીય ક્ષેત્રે ઉડીને આંખે વળગે એવું નામ એટલે કરણભાઈ બારૈયા. જાફરાબાદમાં કોળી સમાજમાં છેલ્લા 30 વર્ષથી પ્રમુખ તરીકે સેવાઓ બજાવે છે. કોળી સમાજ ખૂબ ખુશ છે.ઘરના પૈસે અડધી રાત્રે પોતાના સમાજની સેવા કરે છે. કરણભાઈ બારૈયાની કોળી સમાજ પ્રત્યેની અને આમ સમાજ માટે સેવાના સુંદર કાર્યોથી સમગ્ર જિલ્લામાં કરણભાઈ બારૈયાની વાહ વાહ થઈ રહી છે. તાજેતરમાં જાફરાબાદ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં કોળી સમાજનું સ્નેહમિલન રાખવામાં આવેલ હતું. રાજયના મંત્રી આર.સી. મકવાણા, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા અને આઠથી દસ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના અને જિલ્લા ભાજપના ટોપ લેવલના દિગ્ગજ અને હોદેદારો હાજરીમાં સારી નોંધ પણ ભાજપના મહોડીઓએ લીધી હતીે. જાફરાબાદમાં બંને કોમ વચ્ચેના કામો, ઝગડામાં મઘ્યસ્થી બની સમાધાન કરી વિવાદના અંતલાવવાના કામો પણ કર્યા છે.કરણભાઈ બારૈયા અભણ હોવા છતાં પોતાના કોઠાસૂઝ પ્રમાણે સેવાકાર્યોથી લોકોમાં ભારે ચાહના મેળવી છે. માં કાર્ડ, આયુષ્યમાન તેમજ ગરીબો, મઘ્યમ વર્ગના લોકોના સેવા સુવિધા સવલત અને સુખાકારી માટે આરોગ્ય કેમ્પો તેમજ લોકોની તાત્કાલિક સેવા માટે એમ્બ્યુલન્સ સેવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ અને ઉચ્ચ અભ્યાસ કરવા સહાય અને મદદરૂપ બને છે.સામાજિક, રાજકીય અને રચનાત્મક અને આરોગ્ય અને શૈક્ષણિક અને સમાજ ઉપયોગી કાર્યો કરવાની કોળી સમાજમાં લોકોમાં અને રાજકીય આગેવાનોમાં નામના મેળવી છે. જાફરાબાદ ખાતે કોળી સમાજના સ્નેહમિલનમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટિલ જાફરાબાદ કોળી સમાજના પ્રમુખ અને લોકસેવક કરણભાઈ બારૈયાની અદભૂત સેવાકાર્યો ખૂબ બિરદાવેલ હતી. તેથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુલા, જાફરાબાદ વિસ્તારમાંથી ચૂંટણી લડાવે તે વાતને નકારાતી નથી.
જાફરાબાદ પંથકનાં ગરીબ અને નિરાધારનો અર્ધીરાતનો હોંકારો કરણભાઈ બારૈયા

Recent Comments