ગુજરાત

જામજાેધપુરના પૂર્વ કોંગ્રસના ધારાસભ્યની CM ભૂપેન્દ્ર પટેલ સાથે ખાનગી મુલાકાતચિરાગ કાલરીયા ભાજપ જાેડાશે તેવી ચર્ચાને વેગ મળ્યો

જામજાેધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયાની ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. બન્નેની મુલાકાતના ફોટા વાયરલ થયા હતા. સીએમ સાથેની મુલાકાત બાદ અનેક તર્ક ર્વિતક શરૂ થયા છે. ચિરાગ કાલરીયા ભાજપ જાેડાશે તેવી ચર્ચાને વેગ મળ્યો છે. જામજાેધપુરના સિદસરમાં સામાજીક કાર્યક્રમમાં સીએમ હાજર રહ્યાં હતા. જે દરમ્યાનનો આ ફોટો વાયરલ થયો છે. જામનગરના જામજાેધપુરમાં સિદસરમાં સામાજીક કાર્યક્રમમાં સીએમની ખાસ હાજરી જાેવા મળી હતી. કાર્યકમમાં પહોચ્યા પહેલા હેલિપેડ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા સાથે કરી ખાનગી મુલાકાત કરી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગ કાલરીયા કોંગ્રસના ઉમેદવાર રહ્યા હતા. જામજાેધપુરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતા ખાનગી બેઠક કરી યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ બેઠક કરવા આમંત્રિત કર્યા. પાટીદાર સમાજના સામાજીક સંમેલનમાં રાજકીય ચહલપહલ જાેવા મળી હતી.

Related Posts