જામજાેધપુરમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસનો આરોપી છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો હતો. જેને જામનગરની એલસીબી પોલીસે તરસાઇ ગામેથી ઝડપી લીધો હતો. આ અંગેની વિગત મુજબ જામજાેધપુર પોલીસમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપી મેરાભાઇ ઉર્ફે મેરો બાવા મોરી નામનો શખ્સ નાસતો ફરતો હોય, એલસીબીને આ અંગે બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા અને એલસીબીના પીઆઇ માર્ગદર્શન હેઠળ પીએસઆઈ તથા સ્ટાફના ૪ લોકો તથા ૧૪ પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા ૧૦ પોલીસ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન તરસાઇ ગામેથી આરોપી મેરાભાઇ ઉર્ફે મેરો બાવા મોરી નામના શખ્સને ઝડપી લીધો હતો. જે બાદ આરોપીને જામજાેધપુર પોલીસને સોંપી આપ્યો હતો.
જામજાેધપુરમાં પ્રોહિબિશનના કેસમાં નાસ્તો ફરતો આરોપીને એલસીબીએ ઝડપી લીધો

Recent Comments